એજ્યુકેશન

એક્સપ્લોરા સ્કૂલ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી હવે સુરતના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કારકિર્દી અને જોબ ઉપલબ્ધ કરાવશે

સુરત , આજે ભારતની સુપ્રસિદ્ધ ડિજિટલ મીડિયા અને ડિઝાઇન ક્ષેત્રની સંસ્થા એક્સપ્લોરા સ્કૂલ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજીએ સુરતની હેરમ્બ કે જે હેકસા જીઓનો એક વિભાગ છે અને જેઓ નેટવર્ક અને સિક્યુરિટીના ક્ષેત્રે સુપ્રસિદ્ધ અને અગ્રણી છે તેમની સાથે ભાગીદારી કરીને સુરત માટેના દ્વાર ખોલ્યાં છે.

આ ભવ્ય લૉન્ચિંગ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના મેયર શ્રીમતી હેમાલી ભોગાવાલા સાથે અતિથિ વિશેષ તરીકે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ર્ડો.કિશોરસિંહ ચાવડા , સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન આશિષ વકીલ અને એક્સપ્લોરા એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને ડાઈરેક્ટર શ્રી રોહિત સ્વરૂપ ઉપસ્થિત રહયા હતા .

એક્સપ્લોરા સ્કૂલ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી દર વર્ષે મહાત્વાંકાંક્ષી વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને એક્સપ્લોરાના ડિઝાઇન અને ડિજિટલ મીડિયામાં ભારતના પ્રથમ બેચલર્સ પાથવે પ્રોગ્રામ દ્વારા યુ .કે .,કેનેડા , અને મલેશિયા ખાતે ,અભ્યાસ ,જોબ કરીને અને સ્થાયી થઈને તેમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરીઅર-કારકિર્દી બનાવવાની તક પુરી પાડશે .

એક્સપ્લોરાના ભાગીદાર ઇન્સ્ટિટ્યૂટમાં સીટી ઓફ ગ્લાસગો કોલેજ -સ્કોટલેંડ , રેડ રિવર કોલેજ- કેનેડા અને લીંકન યુનિવર્સીટી કોલેજ -મલેશિયાનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમ(કોર્સ)ના એક ભાગરૂપે વિદ્યાર્થી પ્રથમ વર્ષે ભારતમાં અભ્યાસ કરી શકે છે અને ત્યાર બાદ યુ. કે. ,કેનેડા યા તો મલેશિયામાં તેનો બાકીનો કોર્સ પૂરો કરી શકે છે. અને કોર્સ પૂરો કર્યા પછી નોકરી શરુ કરીને ત્યાં સેટલ (સ્થાયી) થઇ શકે છે .

છેલ્લા બે દાયકામાં ૧૦૦૦૦૦(એક લાખ)થી વધુ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેશનલ્સને તાલીમ અને રોજગાર(નોકરી) ઉપલબ્ધ કરાવ્યા બદલ એક્સપ્લોરાને પ્રતિષ્ઠિત “શિક્ષા ભારતી પુરસ્કાર”થી નવાજવામાં આવેલ છે. એક્સપ્લોરા સ્કૂલ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી ભારતની અગ્રગણ્ય ઇન્સ્ટિટ્યૂટમાની એક છે કે જે યુઆઈ-યુએક્સ (UI-UX),ગ્રાફિક્સ , ડિજિટલ ડિઝાઇન ,એનિમેશન,યુ આઈ-યુએક્સ (UI-UX) ફિલ્મ ,ગેમ ,ડિજિટલ ઓડીઓ ,એ આઈ(A I) અને ૩ ડી પ્રિન્ટિંગમાં વર્ષ ૧૯૯૯ થી આ અભ્યાસક્રમો (કોર્સ)શીખવી રહી છે .એક્સપ્લોરા, ગ્રેજ્યુએશન તેમજ પોસ્ટ-ગ્રેજ્યુએશન એમ બંને લેવલે પાથ-વે પ્રોગ્રામ ઓફર કરી રહી છે.

વળી એક્સપ્લોરાએ પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ જેવાંકે સી.આઈ. આઈ.(CII),જી.ટી.યુ.(GTU), ૩ ડી .સિસ્ટમ યુ.એસ.એ.,એસ.કે.યુ.યુનિવર્સીટી, બી.આઈ.ટી.એસ.(BITS) જે.એન.ટી.યુ.(JNTU) હૈદરાબાદ ,એન.આઈ.ડી.(NID) ચિત્રલેખા સાથે સહયોગ સ્થાપેલ છે .જ્યારે સહયોગની વાત આવે છે ત્યારે એક્સપ્લોરા માત્ર દેશના સીમાડા સુધી સીમિત રહેલ નથી કેમકે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂતાન સરકાર,ગુઈયાંગ યુનિવર્સિટી-ચીન ,લેઉયાંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ચીન ,તેમજ બીજી ઘણી વિદેશી સંસ્થાઓ સાથે કામ કરેલું છે .

એક્સપ્લોરા સ્કૂલ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી અતિ મહત્વના ડિઝાઇન સોફ્ટવેર અને માનવીય કૌશલ્યને જોડીને મનુષ્યની સર્જનાત્મકતા અને ડિઝાઇન વચ્ચેની ખાઈને જોડવા માટે એક સેતુ બનાવવાના મિશન તરફ આગળ ધપી રહેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button