દેશમાં મજબૂત અર્થતંત્રની વૃધ્ધિનું કારણ રેકોર્ડ જીએસટી કલેક્શન
અર્થતંત્રને વેગ આપવા માટે હાલ જીએસટીના દરમાં ફેરફાર ન થાય તે જરૂરી
સુરત: રશિયા-યુક્રેન યુધ્ધની અસર ભારતને જ નહિં પરંતુ વૈશ્વિક સ્તરે મોટા પાયે પડી છે. મોટા ભાગના દેશોમાં આર્થિક કટોકટી, મોંઘવારીમાં વધારો થયો છે જેના કારણે અનેક દેશોના અર્થતંત્રની સ્થિતી નબળી પડી છે પરંતુ ભારતમાં જે રીતે દર મહિને જીએસટી કલેક્શનના આંકડા રજૂ થઇ રહ્યાં છે તેને ધ્યાનમાં લેતા ભારતીય અર્થતંત્ર અન્ય દેશોની તુલનાએ ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે.
વિશ્વના મોટાભાગના દેશો મોંઘવારીને ડામવા માટે અને અર્થતંત્રને વેગ આપવા માટે વ્યાજદર વધારાની શરૂઆત કરી દીધી છે પરંતુ ભારતીય રિઝર્વ બેન્ક હજુ વેઇટ એન્ડ વોચના મૂડમાં છે કેમકે ભારતમાં હજુ વ્યાજ વધારાની સ્થિતીનું નિર્માણ થયું નથી. જોકે, આગામી સમયમાં સામાન્ય વધારો કરવામાં આવે તેવો અંદાજ છે. જીએસટી કલેક્શન માર્ચમાં રેકોર્ડ સ્તરે રહ્યું હતું. આગામી એકાદ-બે માસમાં દોઢ લાખ કરોડથી વધુનું કલેક્શન થાય તેવો અંદાજ છે.
માર્ચમાં ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વધીને રૂ. 1.42 લાખ કરોડ થયો છે. આ એક મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ GST કલેક્શન છે. માર્ચના જીએસટી કલેક્શને જાન્યુઆરી, 2022માં રૂ. 1,40,986 લાખ કરોડના કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. માર્ચમાં CGST કલેક્શન રૂ. 25,830 કરોડ, SGST કલેક્શન રૂ. 32,378 કરોડ, IGST કલેક્શન રૂ. 74,470 કરોડ અને સેસ રૂ. 9,417 કરોડ હતું. નાણાકીય વર્ષ 2022 માટે માસિક GST 1.38 લાખ કરોડ રૂપિયા છ
દેશના અર્થતંત્રમાં ગુજરાતનો ગ્રોથ ઝડપી
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન, વેપાર-નિકાસમાં ગુજરાત ટોચના સ્થાને રહ્યું છે. કેમિકલ્સ, ટેક્સટાઇલ, સિરામિક્સ, ફાર્મા તેમજ જેમ્સ-જ્વેલરી સેક્ટરમાં કોરોના બાદ ઝડપી રિકવરી રહી છે જેના કારણે ગુજરાતનો ગ્રોથ વેગવંતો બન્યો છે. સરકારે માર્ચ મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધારે રૂ. 1,42,095 કરોડનું જીએસટી એકત્ર કર્યું જેમાં રાજ્યદીઠ ગુજરાત રૂ. 9158 કરોડ સાથે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે. રોજગારીનું પણ સર્જન થયું છે.
– નેન્ટી શાહ, CMA
લેપટોપ-મોબાઇલ પર જીએસટીના દર વધવા જોઇએ
લેપટોપ તથા મોબાઇલ પર જીએસટીના દર વધવા જરૂરી છે. જ્યારે દર મહિને રિટર્ન ફાઇલ થવા જોઇએ જેના કારણે દેશ તેમજ રાજ્યના અર્થતંત્રના ગ્રોથની સ્થિતી જાણવા મળી શકે. નાણા વર્ષ 2022માં ગુજરાતમાં રેકોર્ડ 97155.59 કરોડનું કલેક્શન રહ્યું હતું. ચાલુ નાણાવર્ષમાં કલેક્શન 1.25 લાખ કરોડની સપાટીએ પહોચે તેવું અનુમાન છે.
– અતીત શાહ, CA