સ્પોર્ટ્સ

માનુષ અને માનવની જોડીએ બૈરૂતમાં WTT ફીડર ટાઇટલ જીત્યું

આ ટુર્નામેન્ટ 22મી માર્ચે સમાપ્ત થઈ હતી

ગાંધીધામ : ભારતની સ્ટાર ડબલ્સ જોડી માનુષ શાહ અને માનવ ઠક્કરે લેબેનોનના બૈરૂત ખાતે યોજાયેલી WTT ફીડર બૈરૂત  II ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતના જ આકાશ પાલ અને મુદિત દાણીને 3-1થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
મોખરાના ક્રમની ભારતીય જોડીએ WTT ફીડર બૈરૂત  I 2024માં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ ટુર્નામેન્ટ 22મી માર્ચે સમાપ્ત થઈ હતી.
ફાઇનલમાં ગુજરાતના માનુષ અને માનવે શાનદાર દેખાવ કર્યો હતો અને થોડી જ વારમાં દાણી અને પાલ ઉપર 2-0થી સરસાઈ હાંસલ કરી લીધી હતી. રમત દરમિયાન નાનકડી ભૂલને કારણે તેમને ત્રીજી ગેમ ગુમાવવી પડી હતી પરંતુ માનુષ અને માનવે ઝડપથી પુનરાગમન કરીને ચોથી ગેમ જીતવાની સાથે મેચમાં 11-7, 11-5, 9-11, 11-6થી વિજય હાંસલ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અગાઉ માનુષ અને માનવે સેમિફાઇનલમાં કઝાકસ્તાનની એલન કુર્માન્ગાલિયેવ અને એઇડોસ કેન્ઝીગુલોવની જોડીને 3-0 (11-3, 11-5, 11-9) થી હરાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button