ચેમ્બરની લેડીઝ વીંગ અને વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘માસિકા મહોત્સવ’ અંતર્ગત મહિલાઓ માટે મહત્વનો કાર્યક્રમ યોજાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ અને વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સંયુકતપણે ‘માસિકા મહોત્સવ’ અંતર્ગત શુક્રવાર, તા. ર૭ મે, ર૦રરના રોજ બપોરે ૩ઃ૦૦ કલાકે પિડીયાટ્રિક હોલ, બીજો માળ, સમૃદ્ધિ, સરસાણા, સુરત ખાતે મહિલાઓ માટે મહત્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓને માસિક અંગે વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. સાથે જ માસિક સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓ દુર થાય તથા માસિક સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાતા તેમજ પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુથી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાપડના પેડ અને મેન્સ્ટ્રુઅલ કપનો વિશે સમજણ અપાશે.
અત્રે નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં કિશોર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવનાર રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ તથા સ્ત્રીઓના હિત માટે કાર્ય કરનાર વામા વેલનેસ સેન્ટર ફોર વુમનના સંયુકત ઉપક્રમે તા. ર૧ થી ર૯ મે, ર૦રર દરમ્યાન સુરત તથા તેની આજુબાજુના વિસ્તારમાં ‘માસિકા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત નુક્કડ નાટક, પ્રદર્શન અને સંવાદ થકી સમજણ કેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે. ડો. અમીબેન યાજ્ઞિક અને સાર્વજનિક યુનિવર્સિટીના સ્વયંસેવકોની ટીમ રજૂઆત કરશે.
મહિલાઓ માટે મહત્વના આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3MwDiMb પર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.