એજ્યુકેશન

ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીનો 4થો દીક્ષાંત સમારોહ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો

FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ચેરપર્સન શ્રીમતી ગીતા ગોરાડિયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા

ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી કે જે ગુજરાતમાં વડોદરા સ્થિત ભારતની પ્રથમ વોકેશનલ સ્કીલ્સ યુનિવર્સિટી છે. આ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારોહમાં કુલ 66 વિદ્યાર્થીઓને સ્નાતક તેમજ ડિપ્લોમાની પદવી એનાયત કરી હતી. યોજાયેલ પદવીદાન સમારોહનું ફેસબુક પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.

ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પ્રોફેસર એચસી ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને યુનિવર્સિટીનો અહેવાલ રજૂ કર્યો હતો. ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. અવની ઉમટએ ડિગ્રી અને ડિપ્લોમા સ્નાતકોને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કર્યા હતા અને મુખ્ય વક્તવ્ય આપ્યું હતું.

શ્રીમતી ગીતા ગોરાડિયા,ચેરપર્સન- FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલ 2022, મેનેજિંગ ડિરેક્ટર- જ્વેલ કન્ઝ્યુમર કેર પ્રા. લિ.ના. લિ. વડોદરા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તવ્ય પ્રો. ડૉ. અવની ઉમટ દ્વારા આપવામાં આવ્યું હતું, આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ શ્રી મનીષ સભરવાલે ડિગ્રી હોલ્ડર્સને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુબ્ભેચ્છા પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button