ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ને “સ્વચ્છ વિધ્યાલય પુરસ્કાર-2021 એવોર્ડ”

ધ રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ દ્વારા ગુજરાત રાજય સર્વ શિક્ષા અંતર્ગર્ત આયોજિત સ્વચ્છ વિધ્યાલય પુરસ્કાર માં ભાગ લઈ સુરત શહેર માં અને ગુજરાત માં “સ્વચ્છ વિધ્યાલય પુરસ્કાર-2021” પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે
આ એવોર્ડ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજય કક્ષાના મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે અર્પણ થયો હતો આ પુરસ્કાર માટે ગુજરાત ની 56,263 જેટલી શાળા દ્વારા ઉમેદવારી નોધાવી હતી. જેમાં કુલ 9 પરિમાણ માંથી પસાર થવાનું હતું જેમાં ધ રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ ને 9 પરિમાણ માં 100% મેળવ્યા હતા. અને સુરત તેમજ ગુજરાતની “શ્રેષ્ઠ સ્વચ્છ શાળા”
બની છે.
આ પુરસ્કાર સ્વરૂપે શાળાને એવોર્ડ, સર્ટિફિકેટ, તેમજ વિધ્યાર્થી ગણને પ્રોત્સાહન સ્વરૂપે સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. આ પુરસ્કાર નો તમામ શ્રેય શાળામાં કામ કરતાં 42 સેવક અને સેવિકા તેમજ શાળામાં રચના થયેલ “વિદ્યાર્થી-શિક્ષક સ્વચ્છતા” ને આપવામાં આવ્યો છે.
શાળાના મેનેજીંગ ડિરેક્ટર કિશન માંગુકિયા દ્વારા આ એવોર્ડ નેશનલ કક્ષાએ મેળવીશું તેવા વિશ્વવાસ સાથે શાળાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળાના વાઈસ પ્રેસિડેન્ટ જીગ્નેશ માંગુકિયા અને કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી દ્વારા શાળાના સફાઈ કર્મચારી ગણ ને અભિનંદન પાઠવ્યા અને શાળાના વિધ્યાર્થીમિત્રો ને આરોગ્યપ્રદ રાખવામા તેમનો અભૂતપૂર્વ ફાળો છે તેમ જણાવી તમામ સફાઈ કર્મચારી ગણ નો આભાર વ્યકત કર્યો હતો