સુરત
કેડેવર રોબોટિક્સ સ્પર્ધામાં સુરતનો તનય પટેલ રાજયકક્ષાએ પ્રથમ આવ્યો

સુરતઃ અમદાવાદ ખાતે યોજાયેલી કેડેવર રોબોટિક્સની રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુરતનો બાળક તનય પટેલ પ્રથમ સ્થાન હાંસલ કરીને રાષ્ટ્રીય કક્ષાની કેડેવર સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યો છે. જુનિયર વિભાગમાં લોજિક લૂપરની હરીફાઈમાં પોતાના જોડીદાર રિધાન સાથે તેણે આ ગૌરવ હાંસલ કર્યું છે.
પ્રાધ્યાપક માતાપિતા રવિ પટેલ અને પારુલ પટેલનો આ પુત્ર નાનપણથી જ સર્જનાત્મક પ્રવૃત્તિમાં રસ ધરાવે છે. બાળકોમાં ઇજનેરી કૌશલ્ય ખીલે, વિજ્ઞાન- ટેકનોલોજી અને ગણિતના સમન્વય વડે તેમનું રચનાત્મક ટેલેન્ટ પ્રકટ થઈ શકે તે માટે રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેડેવર રોબોટિક્સની સ્પર્ધા યોજવામાં આવે છે.