
સુરતઃ 4 લાખ કરતા વધુ વિઝિટર્સ સાથે ફૂડમેક એશિયા એ રચ્યો ઇતિહાસ સુરત: ફૂડમેક એશિયા ની 14મી આવૃત્તિ પૂર્ણ થઇ ચુકી છે અને આ વખતેના એક્ઝિબિશન માં આયોજકો લોકોનો અને વિવિધ કંપનીઓના પ્રતિભાવ જોઈને ખુબ જ લાગણીશીલ પ્રતિભાવ આપી રહ્યા છે. વનિતા વિશ્રામ ખાતે 17 થી 20 જાન્યુઆરી સુધી આયોજિત ફૂડમેક સ્વાદપ્રિય સુરતીઓ માટે એક અનોખું ડેસ્ટિનેશન બની ગયું હતું. નવા સ્ટાર્ટઅપ ની સાથે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વર્ષો જૂની અનુભવી કંપનીઓ અને બ્રાન્ડ્સ આ ફૂડમેક આશીર્વાદ સમાન બની ગયું છે.
આ વખતે 14મી આવૃત્તિમાં અંદાજે 4 લાખ જેટલા દેશ વિદેશના લોકો જોડાયા હતા. જેમાં બિઝનેસ ટુ કસ્ટમર અને બિઝનેસ ટુ બિઝનેસ ને ખુબ સારો પ્રતિસાદ માંડ્યો હતો. પહેલીવાર સુરતમાં એકસાથે એક જ જગ્યા પાર 320 કરતા વધુ કંપનીઓ એ ભાગ લીધો હતો જેમાં ફૂડ પ્રોસેસિંગ મશીનરી, પેકેજિંગ સોલ્યુશન્સ, બેકરી સાધનો, રસોડાના ઉપકરણો અને હોસ્પિટાલિટી સહીત બીજી ફૂડ બ્રાન્ડ અહીં દેખાઈ હતી.
વિવિધ મશીનરી અને ટેક્નોલોજી નિહાળીને મુલાકાતીઓ ખુબ જ આશ્ચર્યચકિત થઇ ગયા હતા જેની સાથે ખાવા પીવાના શોખીન સુરતીઓએ વિવિધ ફૂડ બ્રાન્ડ એ શરુ કરેલા પોતાના ફ્રી ટેસ્ટિંગ કાઉન્ટર પર ભીડનો પાર સમાયો ન હતો. ખાવા પીવાના સ્ટોલ જેમાં બેકરી, રેડીટુ ઈટ અને મસાલા સહીત અથાણાં અને ફાસ્ટફૂડ અને કમ્ફર્ટ ફૂડ એ આકર્ષણ જમાવ્યું હતું. જેની સાથે નવા સ્ટાર્ટઅપ અને એસ્ટાબ્લિશ કંપનીઓ માટે સરકારી જાહેરાતો અને યોજના અને મળતા લાભો અને સુગમતા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટોલધારકો દ્વારા પણ દરેક માહિતી ડિટેઈલ્સ માં આપવામાં આવી હતી જે જોઈને લોકો પણ ખુબ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યે આકર્ષાય તેવા પ્રયત્નો કરાયા હતા.
ફૂડ ઇન્ડસ્ટ્રીઝના દરેક પાસાનો અભ્યાસ બાદ આટલું મોટું અને સફળ આયોજન શક્ય બન્યું : પિયુષ સલિયા
દેશમાં મોટા શહેરોમાં આવા આયોજન થતા રહે છે પણ છેલ્લા 10 કરતા વધારે વર્ષ થી સુરત જેવા પોટેન્શિયલ માર્કેટ અને સિટીમાં આવા એક્ઝિબિશનનું સફળ આયોજન કરવું એ અમાંરા માટે ખુબ જ ગર્વની વાત છે. ફૂડમેક એશિયા ફક્ત એક સીટી કે દેશ પૂરતું નહિ પણ સમગ્ર વિશ્વ માં આયોજિત થઇ તેવો પ્રતિભાવ લોકોનો અને કંપની તરફથી મળ્યો છે. એક ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ને લાગુ પડતા દરેક પાસા જેમાં ટેક્નિકલ અને નોન ટેક્નિકલની સાથે કસ્ટમર અને સરકાર કઈ રીતે મદદ તે તમામ પાસાઓનો જીણવટપૂર્વકનો અભ્યાસ કાર્ય બાદ જ એટલા મોટા પાયે આયોજન શક્ય અને સફળ બન્યું છે.