એજ્યુકેશન

સુરત ડિસ્ટ્રીક એર વેપન શૂટિંગ કોમ્પિટિશનમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્જ મેડલ મેળવ્યો

સુરત : સુરત શૂટિંગ અસોશિએશન દ્વારા તારીખ 16 માર્ચ અને 18 માર્ચ સુરત ડિસ્ટ્રીક એર વેપન શૂટિંગ કોમ્પિટિશન-2024 નું આયોજન કર્યું હતું જેમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ના કુલ 25 વિદ્યાર્થી એ ભાગ લીધેલ હતો.જેમાં વાળા દ્રષ્ટિ ઉદેશનભાઈ એ 130 ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ અને પ્રથમક્રમ , તેમજ પટેલ ઉન્નતિ,ચૌધરી નરોતમ,મારૂ જાનવી આ વિદ્યાર્થી એ 114 ના સ્કોર સાથે સિલ્વર મેડલ અને બીજો ક્રમ મેળવ્યો હતો.

શાળાએ ગોલ્ડમેડલ અને સિલ્વર પર સ્થાન જમાવ્યા બાદ બ્રોંન્જ મેડલ પર પણ શાળાના 4 વિદ્યાર્થી 109 ના સ્કોર સાથે ત્રીજા ક્રમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું જેમાં પિહાના માંગુકિયા,કિયા માયાની,કૃષ્ણા ઠક્કર,નૈતિક માળી એમ કુલ 4 વિદ્યાર્થી બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યા હતા. એકંદરે શાળાના 25 વિદ્યાર્થીમાથી 8 વિદ્યાર્થીએ પ્રથમ,બીજા અને ત્રીજા ક્રમે સ્થાન મેળવી શાળાનું અને સુરત જિલ્લાનું નામ રોશન કર્યું હતું. સફળતાના આ શ્રેયને વિદ્યાર્થીઓ ધ્વારા શાળામાં ચાલતા “રાઇફલ શૂટિંગ” પ્રવૃતિ અને તેમના કોચને ફાળે આપી હતી.

સુરત શહેરની એર વેપન શૂટિંગ કોમ્પિટિશનની આ પ્રથમ ઘટના હશે કે ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્જ મેડલ એક જ શાળાને ફાળે આવ્યા હતા શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી ગણ સાથે આચાર્ય તેમજ શૂટિંગ કોચ એ તેમણે અભિનંદન પાઠવ્યા હતા.તેમજ ઉજ્જવળ ભવિષ્યમાટેની શુભ કામના પાઠવી હતી.આ પ્રવૃતિ માટે શાળા પરિવારનો અને શાળા મેનેજમેંટ નો વાલીગણ દ્વારા આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button