એજ્યુકેશન

એસએસસી સીબીએસઈમાં એલ.પી સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સનું  ઝળહળતું પરિણામ

સુરતઃ એસએસસી સીબીએસઈ ૨૦૨૩-૨૪ માં પણ એલ.પી સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવીને આ ખુશી ને બમણી કરી દીધી , સાથે સાથે એ સાબિત કરી દીધું કે અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે માટે એલ.પી સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સ બેજોડ છે. ધો. ૧૦ નુ રિજલ્ટ A1 -ગ્રેડમાં 40 વિદ્યાર્થીઓ, A2 -ગ્રેડમાં 98 વિદ્યાર્થીઓ, B1- ગ્રેડમાં 111 વિદ્યાર્થીઓ અને B2- ગ્રેડમાં 7 8 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

વિદ્યાર્થીઓએ કરેલ કઠિન પરિશ્રમ , અનુભવી શિક્ષકોની મહેનત અને માર્ગદર્શન તેમજ વાલીમિત્રોના સરાહનીય સહકાર દ્વારા વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે ધીરજ ધરી શકે તે ધાર્યું કરી શકે છે. શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઈસ ચેરમેન ડૉ.ધર્મેન્દ્ર સવાણી ,શાળાના આચાર્ય તેમજ દરેક શિક્ષક મિત્રો તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓએ મેળવેલી સફળતા માટે અને વિધાર્થીઓના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button