શ્રી સ્વામિનારાયણ એચ.વી. સ્કૂલ ચેમ્પિયનશીપ જીતી
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એચ.વી. સ્કૂલ પરિવાર હંમેશા બાળકોને જે તે ક્ષેત્રમાં પ્રગતિ કરવા પ્રોત્સાહન કરે છે. જેથી બાળકોનો અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃત્તિમાં પણ ભાગ લઈને સર્વાંગી વિકાસ કરે છે.
સુરત ડિસ્ટ્રિકટ એકવેટિક એસોસિએશન દ્વારા આયોજિત મોટીવેશનલ પ્રી બ જુનિયર ચેમ્પિયનશીપની હરીફાઈ યોજાઇ હતી. જેમાં સુરતની તમામ સ્કૂલના 360 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં અન્ડર ૧૨ ભાઈઓમાં આર્ય વિક્રમસિંહ સોનીએ ૨૦૦ મીટર ઇન્ડિવિજુઅલ મિડલીમાં પ્રથમ, 100 મીટર બટરફ્લાયમાં પ્રથમ અને 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોકમાં પ્રથમ એમ ત્રણ સ્પર્ધામાં પ્રથમ વિજેતા થઈ ચેમ્પિયનશીપ જીતી,
અન્ડર ૧૦ બહેનોમાં હિરાંશી વિક્રમસિંહ સોનીએ ૨૦૦ મીટર ઇન્ડિવિજુઅલ મીડલીમાં પ્રથમ, 50 મીટર બટરફ્લાયમાં પ્રથમ અને 50 મીટર બેક સ્ટ્રોક માં પ્રથમ એમ ત્રણ સ્પર્ધામાં પ્રથમ વિજેતા થઈ ચેમ્પિયનશીપ જીતી શ્રી સ્વામિનારાયણ એકેડમી (CBSE) સ્કુલ નું ગૌરવ વધાર્યું છે.
ચિરંજીવી આર્ય સોની અને ચિરંજીવી હિરાંશી સોની ને શ્રી સ્વામિનારાયણ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. તેઓ પોતાની જીવનમાં પ્રગતિના સોપાન સર કરતા રહે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને અંતરની શુભેચ્છા.