
સુરત: સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટના નેજા હેઠળ 1લી મે મહારાષ્ટ્ર દિન તથા ગુજરાત દિન નિમિતે સોમવારના રોજ સુરત શહેરમાં વ્યાપાર વધારવા સ્થાનિક મરાઠી સમાજના ઉદ્યોગ સાહસિકોની ગુજરાતની સૌપ્રથમ શાખા વાઇબ્રન્ટ સુરત ચેપ્ટર ની સ્થાપના કરવામાં આવી જેમાં સુરતના મહિલા ઉદ્યોગ સાહસિક સહીત મોટી સંખ્યામાં મરાઠી ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા તેમજ મુંબઈ થી સેટરડે ક્લબના મેનેજીંગ ટ્રસ્ટી અશોક દુગાડે, સેક્રેટેરી જનરલ વિનીત બનસોડે તથા બોર્ડ ઓફ ડિરેક્ટર નરેન્દ્ર બગાડે, એડવોકેટ શૈલેન્દ્ર થટ્ટે, સંતોષ પાટીલ, મિલિન્દ પાટીલ તેમજ અરુણ ભોંસલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 2000ની સાલ માં ઇન્ડિયન રેલ્વેના પૂર્વ એન્જિનિયર શ્રી માધવરાવ ભીડે દ્વારા કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધી મહાષ્ટ્રભરના વિવિધ શહેરોમાં 85 થી વધુ શાખાઓ સ્થાપિત કરવામાં આવી છે, તેમજ 3500 થી વધુ ઉદ્યોગ સાહસિકો દર મહીને 2 વખત મળીને ઉદ્યોગ વ્યવસાયનું આદાન પ્રદાન કરે છે, તેમજ એકબીજાના વ્યવસાયને આગળ વધવામાં મદદ કરે છે.
આગામી આધિકારિક સભાઓ વખતો વખત મળી રહી તે માટે સેટરડે ક્લબના મેનેજીંગ ટ્રસ્ટી અશોક દુગાડેજી દ્વારા વાઇબ્રન્ટ સુરત ચેપ્ટરના મુખ્ય ત્રણ અધિકારીઓ ની નિમણુંક કરવામાં આવી હતી, જેમાં વિક્રમ સણસને ચેરમેન, યોગેશ જે પાટીલને સેક્રેટેરી અને યોગેશ એસ પાટીલની ટ્રેઝરર ની જવાબદારી સોંપવામાં આવી હતી.
સભામાં મહિલા ઉદ્યોગ સાહસિક સહીત મોટી સંખ્યામાં મરાઠી ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા, સભાનું સંચાલન નરેન્દ્ર દુગાડેજી એ કર્યું હતું તેમજ સેક્રેટેરી જનરલ વિનીત બનસોડે તથા બોર્ડ ઓફ ડિરેક્ટરોએ સભામાં હાજર રહેલ ઉદ્યોગ સાહસિકો સેટરડે ક્લબની કાર્ય પદ્ધતિ તથા મહત્વવ તેમજ નેટવર્કિંગ વિષે વિવિધ માહિતી આપી હતી