સુરત
શાન ખાનને મળ્યું બેસ્ટ ટીવી ડિબેટરનો એવોર્ડ
નવી દિલ્હી, ઈન્ડિયન યુથ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે આયોજિત યંગ ઈન્ડિયા કે બોલ સિઝન ૨ ના ગ્રાન્ડ ફિનાલેમાં શાન ખાનને બેસ્ટ ટીવી ડિબેટર ૨૦૨૨ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના શ્રેષ્ઠ કામગીરી કરનાર હોદ્દેદારોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સુરતના રહેવાસી શાન ખાન એક મજૂર નેતા તરીકે ઓળખ ધરાવે છે અને ટીવી પર આક્રમક રીતે કોંગ્રેસનું પક્ષ મૂકતા દેખાય છે, જેના કારણે યુથ કોંગ્રેસ નેતૃત્વએ તેમના કામની કદર કરતા તેમને આ એવોર્ડ આપ્યો છે.
આ પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી કોમ્યુનકેશન ઇન્ચાર્જ વિનીત પુનીયા, યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી કૃષ્ણા અલ્લવરુ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની પ્રવક્તા શમા મોહમંદ, અલકા લાંબા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.