એજ્યુકેશન

10મીએ ઉમિયાધામ ખાતે એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો “શાળાની યાદોનો મેળો”

LPS GROUP OF EDUCATION અંતર્ગત કતારગામ વર્ષ ૧૯૭૮ તથા વરાછા ૧૯૮૨ થી કાર્યરત બાલભવન, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક (કોમર્સ/સાયન્સ) શાળાઓમાં ભણી ચૂકેલ અંદાજીત ૭૫,૦૦૦ જેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક મહાસંમેલન તા. ૧૦/૦૪/૨૦૨૨ ને રવિવાર ના રોજ ઉમિયાધામ ખાતે આયોજન કરેલ છે.

આ “શાળાની યાદોનો મેળો” નામે યોજાયેલ આ સમારોહમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અલગ અલગ ઊચાઈએ પહોચેલા છે. તથા ભૂતપૂર્વ શિક્ષકો જે હાલમાં જુદી જુદી સેવાકીય સંસ્થામાં કાર્યરત છે તેઓનું સન્માનનું આયોજનનો કાર્યક્રમ રાખેલ છે . તથા “LPS બિઝનેસ નેટવર્ક દ્વારા શાળાના હજારો વિદ્યાર્થીઓને એક તાંતણે બાંધી પરસ્પર પારિવારિક સબંધો કેળવાય. એકબીજા વચ્ચે ધંધાકીય નેટવર્ક લિંક દ્વારા જોડી શકાય તેમજ નાની-મોટી નોકરી કરતા આપણા જ ભાઈઓ તથા બહેનોને અલગ ઊચાઈએ લઇ જવાય.

તેમજ સાથે મળીને સમાજસેવાના કાર્યો અને શાળાના ભૂતપૂર્વ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ તથા બહેનોને સહાયરૂપ થઇ શકાય તેવા ઉમદા હેતુથી આ સંમેલનનું આયોજન રાખેલ છે. સાથે સાથે સંસ્થાના સદગત પ્રમુખશ્રી જેમણે આવા ઉમદા સેવાના કાર્યો કરવાની પ્રેરણા સંસ્થાના દરેક સભ્યોને આપી છે. તેવા સંસ્થાના પ્રમુખશ્રી સ્વ.ઈશ્વરભાઈ પ્રેમજીભાઈ સવાણીના પ્રથમ પુણ્યતિથી નિમિતે એક રક્તદાન શિબિરનું પણ આયોજન રાખેલ છે.

સંસ્થાના વર્તમાન પ્રમુખશ્રી શૈલેષભાઈ સવાણીના નેતૃત્વ હેઠળ “શાળાની યાદોનો મેળો” એવો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વતી ડૉ. સુરેશભાઈ સાવજ, હરેશભાઈ રાખોલિયા, જનકભાઈ શેઠ, રાજેશભાઈ સવાણી, મુકેશભાઈ રંગપરીયા, સુરેશભાઈ કાતરીયા, લીલાધરભાઈ દીક્ષિત, પિયુષભાઈ જાંજલ, તેમજ પૂર્વ આચાર્યશ્રી મનસુખભાઈ નારિયા સંસ્થાના એડમિનિસ્ટ્રેશન શ્રી કલ્પેશભાઈ પટેલ, આચાર્યશ્રી જીગ્નેશભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, રંજનબેન, માધવીબેન, રચનાબેન, રસિકભાઈ, મનોજભાઈ, તથા પ્રિતેશભાઈ, રક્તીશભાઈ ખેની, વગેરે સંકલન કરી રહ્યા છે. જેમાં આ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં હાજરી આપવા માટે આમંત્રણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button