વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રે મહેતા વેલ્થને મોસ્ટ એડમાયર BFSI લિડર એવોર્ડ
મુંબઇ:- બેન્કિંગ, ફાઇનાન્સ, વેલ્થમેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ તથા ઇનવેસ્ટમેન્ટ પ્લાનિંગ સેગમેન્ટમાં ગુજરાતમાં સુરત સ્થિત મહેતા વેલ્થ લિમિટેડને મોસ્ટ એડવાયર BFSI લિડર એવોર્ડ હાંસલ કર્યો છે. કંપની વેલ્થ મેનેજમેન્ટમાં નિષ્ણાત છે. તેમણે મુંબઈમાં ET નાઉ વર્લ્ડ BFSI કોંગ્રેસ અને એવોર્ડ્સમાં ટોચના સૌથી મોસ્ટ એડમાયર BFSI લીડર્સનો એવોર્ડ જીત્યો છે. 2005 માં સ્થપાયેલી, કંપની કે જે HNIs માટે કસ્ટમાઇઝ્ડ ઇન્વેસ્ટર પોર્ટફોલિયો ઓફર કરે છે, તે સિલિકોન ઇન્ડિયા, ધ CEO સ્ટોરી અને ધ બિઝનેસ ફેમ જેવા પ્રખ્યાત બિઝનેસ મેગેઝિનોમાં પણ વ્યાપકપણે દર્શાવવામાં આવી છે.
ફાઇનાન્સ, વેલ્થ મેનેજમેન્ટ ખાતે અગ્રણી કંપનીના કેયુર મહેતા – (ચેરમેન અને સીઆઈઓ), કૃણાલ મહેતા – (એમડી અને સીઈઓ), કિંજલ મહેતા – (ડિરેક્ટર અને સીઓઓ) ત્રિપુટી દ્વારા ચલાવામાં આવે છે. જેમની ઈમાનદારી, પ્રામાણિકતા અને દ્રઢતા એ ટ્રેડમાર્ક છે. આ ઉપરાંત કંપનીએ કોવિડ મહામારીમાં પણ ઇન્સ્યોરન્સ તથા મેનેજમેન્ટ સેક્ટરમાં ઉમદા કામગીરી પૂરી પાડી સમાજમાં નાણાંકિય આયોજન અંગે જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.