સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી વોચ 7, ગેલેક્સી વોચ અલ્ટ્રા બડ્સ 3 સિરીઝ લોન્ચ

ગુરુગ્રામ, ભારત, 19મી જુલાઈ, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના નવા ગેલેક્સી બડ્સ 3, ગેલેક્સી બડ્સ 3 પ્રો, ગેલેક્સી વોચ 7 અને ગેલેક્સી વોચ અલ્ટ્રા સ્માર્ટવોચીસના પ્રી-ઓર્ડર કરનારા ગ્રાહકો માટે આકર્ષક ઓફરોની ઘોષણા કરવામાં આવી છે. ગેલેક્સી વોચ 7 અને ગેલેક્સી વોચ અલ્ટ્રાએ દરેક માટે પરિપૂર્ણ વેલનેસ અનુભવ પૂરો પાડવા માટે તૈયાર કરાયેલા વેરેબલ્સ થકી વધુ લોકોને ગેલેક્સી AIની પાવર વિસ્તારી છે.
ગેલેક્સી વોચ અલ્ટ્રા ગેલેક્સી વોચ પોર્ટફોલિયોમાં નવીનતમ અને સૌથી શક્તિશાળી ઉમેરો છે, જે અલ્ટિમેટ ઈન્ટેલિજન્સ અને ક્ષમતાઓ સાથે ઉચ્ચ સ્તરની સિદ્ધિઓ માટે બહેતર ફિટનેસ અનુભવો માટે તૈયાર કરાયા છે.
વોચ અલ્ટ્રાને બહેતર રક્ષણ અને વિઝ્યુઅલ પરિપૂર્ણતા માટે નવી કુશન ડિઝાઈન મળી છે. તે ટાઈટેનિયમ ગ્રેડ 4 ફ્રેમ અને 10 એટીએમ વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે અને તીવ્ર વાતાવરણમાં સાઈકલિંગથી લઈને સમુદ્રમાં સ્વિમિંગ જેવા આધુનિક ફિટનેસ અનુભવો માટે અલ્ટિટયુડ્સની વ્યાપક શ્રેણી ખાતે ચાલી શકે છે.
નવા ઉમેરાયેલા ક્લિક બટન સાથે તમે તુરંત વર્કઆઉટ્સની પહેલ અને કંટ્રોલ કરી શકો અને તમારી જરૂરતોને અનુકૂળ અન્ય ફંકશન્સ મેપ કરી શકો છો. ઉપરાંત તમે સુરક્ષા માટે ઈમરજન્સી સાઈરન સક્રિય કરી શકો છો. વર્ક-આઉટ પછી ગેલેક્સી વોચ અલ્ટ્રા માટે સમર્પિત વોચ ફેસીસ સાથે ઊડતી નજરે સ્ટેટિસ્ટિક્સ જુઓ. 3000 નિટ્સની પીક બ્રાઈટનેસ સાથે ગેલેક્સી વોચ અલ્ટ્રા ઊજળા સૂર્યપ્રકાશમાં પણ વાંચી શકાય તેની ખાતરી રાખે છે. લાંબાં સાહસો દરમિયાન મનની શાંતિ માટે ગેલેક્સી વોચ અલ્ટ્રા ગેલેક્સી વોચ લાઈન-અપમાં સૌથી લાંબું બેટરી આયુષ્ય ધરાવે છે, જે પાવર સેવિંગમાં 100 કલાક સુધી અને એક્સરાઈઝ પાવર સેવિંગમાં 48 કલાક સુધી ઓફર કરે છે..
ગેલેક્સી અલ્ટ્રા ટાઈટેનિયમ ગ્રે, ટાઈટેનિયમ વ્હાઈટ અને ટાઈટેનિયમ સિલ્વરમાં 47 મીમી આકારમાં મળશે, જ્યારે ગેલેક્સી વોચ અલ્ટ્રા 3 એનએમ ચિપસેટ સાથે આવે છે.
ગેલેક્સી વોચ 7 સાથે તમે 100થી વધુ વર્કઆઉટ્સ અચૂક ટ્રેક કરી શકો છો અને તમારાં લક્ષ્યોને હાંસલ કરવા માટે વર્કઆઉટ રુટિન સાથે વિવિધ કસરતોને જોડીને રુટિન્સ નિર્માણ કરી શકો છો. તમારા શરીરને વ્યાપક રીતે સમજવા માટે બોડ કમ્પોઝિશન સાથે સંપૂર્ણ બોડી અને ફિટનેસ સ્નેપશોટ પ્રાપ્ત કરો. ઉપાંત સ્લીપ એનાલિસિસ માટે નવું આધુનિક ગેલેક્સી AI અલ્ગોરીધમ મેળવો અને ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી) અને બ્લડ પ્રેશર (બીપી) મોનિટરિંગ સાથે તમારા હાર્ટ હેલ્થને ઊંડાણથી સમજો.
ગેલેક્સી વોચ 7, વોચ અલ્ટ્રા, બડ્સ 3 સિરીઝ માટે પ્રી બુક ઓફર્સ
ગેલેક્સી વોચ 7 પ્રી બુક કરનારા ગ્રાહકોને રૂ. 8000 મૂલ્યનું મલ્ટી- બેન્ક કેશબેક અથવા રૂ. 8000 મૂલ્યનું અપગ્રેડ બોનસ મળશે, જ્યારે ગેલેક્સી વોચ અલ્ટ્રા પ્રી-બુક કરાવનારા ગ્રાહકોને રૂ. 10,000નું મલ્ટી બેન્ક કેશબેક મળશે અને રૂ. 10,000 મૂલ્યનું અપગ્રેડ બોનસ મળશે.