રિયા દ્વારા 2025 સુધી પરફ્યુમ બજારમાં 20 ટકા બજાર હિસ્સો હસ્તગત કરવાનું લક્ષ્યઃ ઓમ્નીચેનલ વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે
25 વર્ષ જૂની બ્રાન્ડ રિયા 10.8 ટકા હિસ્સા સાથે ભારતમાં વેલ્યુ શેર દ્વારા નં. 1 પરફ્યુમ બ્રાન્ડ છેઃ નિલસન આઈક્યુ રિટેઈલ ઓડિટ રિપોર્ટ, જાન્યુ- ડિસે. 2021
નવી દિલ્હી : અગ્રણી પરફ્યુમ બ્રાન્ડ રિયા દ્વારા નાણાકીય વર્ષ 2021-22માં મહામારી પ્રેરિત બજારના પડકારો છતાં રૂ. 80 કરોડના ટર્નઓવર સાથે પરફ્યુમ્સ ઉદ્યોગમાં 25 વર્ષપુરા કરવાની સિધ્ધિ હાંસલ કરી છે.
1997માં કોલકતામાં સ્થાપિત રિયા પ્રતિષ્ઠિત નિલસેન આઈક્યુ રિટેઈલ ઓડિટ રિપોર્ટ, જાન્યુ- ડિસે. 2021 દ્વારા સતત્ ત્રીજા વર્ષ માટે વેલ્યુ શેર મુજબ ભારતમાં પરફ્યુમ સેગમેન્ટ આગેવાન તરીકે પ્રમાણિત કરેલ છે.
નિલસેન આઈક્યુ રિટેઈલ ઓડિટ રિપોર્ટ, જાન્યુ- ડિસે. 2021 મુજબભારતમાં પરફ્યુમ વેપાર ઈ-કોમર્સની આવક ને બાદ કરતાં રૂ. 790 કરોડનો ઉદ્યોગ હતો,આઉદ્યોગ 2025 સુધી રૂ. 1200 કરોડ (ઈ-કોમર્સ સહિત) સુધી વૃદ્ધિ પામવાની અપેક્ષા છે.
દેશભરમાં અસ્તિત્વ ધરાવતી રિજીયોનલ વૃદ્ધિ પામેલી આ બ્રાન્ડ2025 સુધીમાં20 ટકાબજારહિસ્સા સાથે રૂ. 240 કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
“ભારત 300 વર્ષ પૂર્વેનો પરફ્યુમરી નિપુણતાનો લાંબો ઈતિહાસ ધરાવે છે. મજબૂત સાંસ્કૃતિક પરિબળો સાથે કોમ્પ્લેક્સ ફ્રેગ્રન્સીસ સાથે સરેરાશ ભારતીયોની પરિચિતતાએ ભારતીય ફ્રેગ્રન્સીસને અજોડ ઓળખ આપી છે. પરફ્યુમ્સનો પશ્ચિમ વિચાર લક્ઝરી અને એક્ઝોટિક દુર્લભ ફ્રેગ્રન્સીસનો મોરચે વધુ ઉત્ક્રાંતિ પામ્યો છે, જેથી મુખ્ય પ્રવાહના ભારતીય ગ્રાહકો માટે તે પોસાય એમ નથી. રિયાએ શક્તિશાળી ભારતીય સંકલ્પનાઓ અને ઓલફેક્ટરી જાણકારી દ્વારા મેટ્રોપોલિટન શહેરો ઉપરાંત ટિયર 1, 2 અને 3 બજારોની સંવેદનશીલતાઓને સ્પર્શતા જ્ઞાન સાથે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે,” એમ પર્પસ પ્લેનેટના સ્થાપક અને સીઈઓ શ્રી આદિત્ય વિક્રમ ડાગાએ જણાવ્યું હતું.
“પરફ્યુમ્સ હવે વિશેષ અવસરોના ઉપયોગને બદલે રોજબરોજના પર્સનલ ગ્રૂમિંગનો હિસ્સો બની રહ્યાં હોવાથી બ્રાન્ડ ટિયર 2 અને 3 શહેરોની પરફ્યુમ્સ બજારોમાં વ્યાપક ફેલાયેલી અસંગઠિતતા અને રિપ-ઓફ્ફસના પડકારોનો સામનો કરી રહી છે. વૈશ્વિક બ્રાન્ડ્સ રોજબરોજના ઉપભોગ માટે બહુ મોંઘી છે અને માસ માર્કેટ ગ્રાહકના પહોંચની પાર છે, જેથી મોટા ભાગનાંવૈશ્વિક બ્રાન્ડ્સ વિશેષ અવસરનાં પરફ્યુમ્સ રહ્યાં છે. અમે બજારમાં વિસ્તરણ કરવા માટે વૈશ્વિક બ્રાન્ડ્સ માટે આ વૈકલ્પિક અવકાશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ,” એમ તેમણે ઉમેર્યું હતું.
પર્પસ પ્લેનેટ 2020માં સ્થપાયું હતું, જે બ્રાન્ડ રિયાની વૈવિધ્યતા અને વૃદ્ધિ માટે નવેસરથી માળખું રચવાના કવાયતમાંથી જન્મ થયો હતો. બ્રાન્ડ વિવિધ ઈકોમર્સ અને સોશિયલ કોમર્સ મંચો પર તેના પદાર્પણ ઉપરાંત નવા કન્ઝયુમર સેગમેન્ટ્સમાં તેની ઓફફલાઈન હાજરી વિસ્તારવાની યોજના સાથે વ્યાપક વિસ્તરણને માર્ગે છે. “
હાલમાં રિયા પરફ્યુમ્સ, ડિયોડરન્ટ્સ, રૂમ ફ્રેશનર્સ, એર ફ્રેશનર્સની શ્રેણી ઓફર કરે છે. અમે કેરળ સિવાય ભારતવ્યાપી હાજરી ધરાવીએ છીએ. અમે ઉપલબ્ધ બજારોમાં અમારું વિતરણ આક્રમક રીતે વિસ્તારી રહ્યા છીએ અને નવા પ્રદેશોમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અમારી બજાર આગેવાની મજબૂત બનાવવા પરફ્યુમ્સની આક્રમક વૃદ્ધિ ઉપરાંત અમે નજીકના ભવિષ્યમાં જાહેર કરાનારી બ્યુટી, ગ્રૂમિંગ અને પર્સનલ કેર પ્રોડક્ટ શ્રેણીઓમાં ડાઈવર્સિફાઈ કરવા પર પણ તેટલું ધ્યાન કેન્દ્રિતકર્યું છે. રિયાના અજોડ કિંમત- મૂલ્ય પરિમાણને ધ્યાનમાં લેતાં અમે ફાઈનલાઈઝેશનના આધુનિક તબક્કામાં સોશિયલ અને ઈકોમર્સ વિશિષ્ટ વ્યૂહરચનાઓ ધરાવીએ છીએ,” એમ શ્રી ડાગાએ ઉમેર્યું હતું.
રસપ્રદ રીતે બ્રાન્ડે લીગસી મિડિયા એડવર્ટાઈઝિંગ પર નોંધપાત્ર ભંડોળ ક્યારેય ખર્ચ કર્યું નથી. વિશ્વાસ અને વિશ્વ કક્ષાના ગુણવત્તાયુક્ત પરફયુમ્સના અનુભવોમાં સાતત્યતાએ બ્રાન્ડ માટે અજાયબી સર્જી છે.