એજ્યુકેશન

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી

ત્રણ દિવસમાં 5000 પરિવારો દ્વારા 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

સુરત: ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઉભરાટ નજીકના નીમલાય ગામમાં એક લાખથી વધારે વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું. જેમાં એસઆરકે ગ્રુપના 5000 થી વધારે પરિવારોએ ભાગ લીધો હતો સોમવારે સવારમાં નવ વાગ્યે એક સાથે પાંચ હજાર જેટલા પરિવારોએ વૃક્ષોનું રોપણ કર્યું હતું. સાથે જે પરિવારે જે વૃક્ષ રોપ્યું હોય તે વૃક્ષ પર પોતાનું નામ લખી અને તે વૃક્ષને જીવનભર ઉછેરવા માટે સંકલ્પ પણ લીધો હતો.

સોમવારે વહેલી સવારે કાપોદ્રા વરાછા ખાતે ના એક સ્થર એ થી બસ દ્વારા લઇ જવામાં આવ્યા તેમજ કતારગામ એસ આર કે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતેથી બસોની વ્યવસ્થા કરી પરિવારને ત સ્થળ સુધી લઈ જવાયા હતા. તે ઉપરાંત જે લોકો પોતાના વાહન ધરાવતા હતા તેઓએ પોતાનું વાહન લઇને સ્થળ સુધી પહોંચ્યા હતા.

વૃક્ષારોપણ કર્યા બાદ દરેક પરિવાર પોતે રોપેલું વૃક્ષ પોતાના નામથી તેને કાયમ ઉછેર કરશે પોતે તો પહેલું વૃક્ષ કદાચ કોઈ સંજોગોમાં ઉતરે નહિ તો તે જગ્યાએ બીજુ વૃક્ષ પણ રોપવામાં આવશે પરંતુ બધા જ વૃક્ષો નો ઉછેર થાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.એક જ સ્થળે એક જ સમયે એક જ કંપનીના કર્મચારીઓ દ્વારા એક લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ કદાચ આ પ્રથમ હશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button