ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પાયોનિયર પેટીએમની અનોખી સિધ્ધિ : વાર્ષિક ધોરણે 70 ટકા વધારો હાંસલ કરીને માસિક 1 લાખ કરોડ મર્ચન્ટ ટ્રાન્ઝેકશન નોંધાવ્યાં
અમદાવાદઃ પેટીએમની માલિક અને ભારતની અગ્રણી ડિજીટલ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની તેમજ મોબાઈલ અને ક્યુઆર પેમેન્ટસની પાયોનિયર વન97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (ઓસીએલ) જણાવે છે કે પેટીએમએ માસિક પીઅર-ટુ-મર્ચન્ટસ (P2M) ટ્રાન્ઝેક્શનમાં માસિક 1 લાખ કરોડની સિધ્ધિ હાંસલ કરીને વાર્ષિક ધોરણે 70 ટકા વધારાની ઉજવણી કરી રહી છે. આ બાબત દરેક કદમે ગ્રાહકોનો વિશ્વાસ નિર્માણ કરવાની સાથે સાથે દેશમાં કંપનીની ઉભરતા જતા ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રે પાયોનિયરશીપ દર્શાવે છે.
કંપનીના મજબૂત બિઝનેસ મોડેલને કારણે મોટા ગ્રાહક અને મર્ચન્ટ સમુદાયમાં ઉંચો માર્જીન ધરાવતી ફાયનાન્સિયલ સર્વિસીસને કારણે તેની એન્ડ–ટુ-એન્ડ પેમેન્ટમાં મોખરે રહેવાની આ સિધ્ધિ હાંસલ કરવાનું શક્ય બન્યું છે. આ સાથે કંપની સપ્ટેમ્બર 2023માં સંચાલનમાં નફો હાંસલ કરવાનો વિશ્વાસ ધરાવતી થઈ છે.
પેટીએમના પ્રવક્તા જણાવે છે કે “અમારા શેરધારકો અને ગ્રાહકો માટે લાંબાગાળે મૂલ્ય સર્જન કરીને અમે મોટી અને નફાકારક કંપની બનવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રે અમારી પાયોનિયરશીપ મજબૂત કરવાની સાથે સાથે અમે ભારતમાં અમારી ઈનોવેટીવ ઓફરોમાં નાણાંકિય સમાવેશિતાને આગળ ધપાવીશું.”
પેટીએમે ચાલુ નાણાંકિય વર્ષ મજબૂત દેખાવ સાથે શરૂ કરીને નાણાંકિય વર્ષ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 89 ટકાની વૃધ્ધિ હાંસલ કરીને રૂ.1680 કરોડની આવક મેળવી હતી, જ્યારે એબીટા (ESOP પહેલાં) ખોટ ઘટીને રૂ.275 કરોડ સુધી પહોંચી હતી, જે ત્રિમાસિક ધોરણે રૂ.93 કરોડનો સુધારો દર્શાવે છે કંપનીનો કોન્ટ્રીબ્યુશન પ્રોફીટ વાર્ષિક ધોરણે 197 ટકા વધીને રૂ.726 કરોડ થયો છે, જે કોન્ટ્રીબ્યુશન માર્જીનની આવકમાં 43 ટકાનો વધારો દર્શાવીને નાણાંકિય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળાના 35 ટકાની તુલનામાં આવકમાં વધારો દર્શાવે છે.
જુલાઈ અને ઓગષ્ટ, 2022ની તાજેતર માહિતી મુજબ કંપનીએ દેશમાં વપારીઓને ત્યાં ઓફ્ફલાઈન પેમેન્ટ ક્ષેત્રે 45 લાખ સબસ્ક્રીપ્શન આધારિત પેમેન્ટ ડિવાઈસીસ મૂકીને આગેવાની હાંસલ કરી છે. વધુમાં, ગ્રાહકો સાથે પેટીએમના જોડાણ બાબતે બે માસમાં સરેરાશ માસિક ટ્રાન્ઝેક્શન યુઝર્સ (એમટીયુ) 788 લાખની સિધ્ધિ હાંસલ કરી છે. વધુમાં, કંપનીએ પ્રસિધ્ધ ધિરાણ આપનાર સાથેની ભાગીદારીમાં વાર્ષિક રૂ.29,000 કરોડની ચૂકવણીની સિધ્ધિ હાંસલ કરીને ચૂકવણીમાં નવો વિક્રમ સર્જ્યો છે, જ્યારે કંપનીએ નાણાંકિય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળાના પ્રથમ બે માસમાં રૂ.4,517 કરોડના ધિરાણોની ચૂકવણી કરી છે.