પેટીએમ યુઝર્સ હવે યુપીઆઈ મારફતે યુપીઆઈ એપ્પ ઉપર રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર નાણાં ટ્રાન્સફર કરી શકશે
પેટીએમ પર રજીસ્ટર થયા ના હોય તેવા કોઈ પણ નંબર ઉપર પણ નાણાંની સુપરફાસ્ટ ટ્રાન્સફર થઈ શકશે
ભારતમાં જ વિકસેલી પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડે (પીપીબીએલ) આજે જાહેરાત કરી છે કે પેટીએમ એપ્પ પરના યુઝર્સ નાણાંસ્વીકારનાર પેટીએમ ઉપર નોંધાએલ ના હોય તો પણ હવે તમામ યુપીઆઈ એપ્પ પરના મોબાઈલ નંબર પર યુપીઆઈ ટ્રાન્ઝેકશન કરી શકશે. આ સાથે પેટીએમ એપ્પ યુઝર્સ પેમેન્ટએપ્પ પર રજીસ્ટર્ડ યુપીઆઈ આઈડી ધરાવતા ઝડપથી નાણાં મેળવી અને મોકલાવી શકશે. આ કારણે યુનિપાઈડ પેમેન્ટસ ઈનટરફેસનો વ્યાપ વિસ્તર્યો છે અને મોબાઈલ પેમનન્ટસ અપનાવવાનાં મૂળ વિસ્તર્યાં છે.
આનાથી યુઝર્સને સૌથી મોટી તમામ યુપીઆઈ આધારિત પેમેન્ટસ ઉપર ઈન્ટરઓપરેબિલીટીનો લાભ મળે છે અને પેમેન્ટનો અપાર સુપરફાસ્ટ અનુભવ મળેછે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ (એનપીસીઆઈ) યુનિવર્સલ ડેટાબેઝ ઉપર ઉપલબ્ધ તમામ સંપર્ક પૂરો પાડીને યુપીઆઈ પેમેન્ટસ ઈન્ટરઓપરેબલ બનાવ્યાં છે.
પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડે (પીપીબીએલ) સૌથી મોટી લાભાર્થી બેંક તરીકે અને મોખરાની રેમિટર બેંક તરીકે યુપીઆઈ પેમેન્ટસમાં આગેવાની ચાલુ રાખી છે. એનપીસીઆઈના તાજે અહેવાલ મુજબ સૌથી મોટી લાભાર્થી બેંક તરીકે પીપીબીએલ1614 મિલિયન ટ્રાન્ઝેકશન નોંધાવી ચૂકી છે. કટોબર 2022માં જ તેણે 362 મિલિયનથી વધુ ટ્રાન્ઝેકશન કર્યાં હતાં.
પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડના પ્રવકતા જણાવે છે કે “ યુપીઆઈ વ્યવસ્થા માટે આ એક મહત્વની કદમ છે કારણ કે હવે વધુ યુઝર્સ કોઈ પણ યુપીઆઈ એપ્પ ઉપર વધુનાણાં મોકલાવી શકશે. આ કારણે આ પ્ધતિ અપનાવવામાં વ્યાપક પ્રોત્સાહન પ્રાપ્ત થશે યુઝર્સનન અપાર અને સલામત ચૂકવણી માટે મજબૂત માળખાકીય સુવિધા વડે સશક્તિકરણ થશે આનાથી દેશમાં નાણાકીય સમાવેશીતા માટેનુ અમારૂ મિશન વધુ મજબૂત થશે. ”
અન્ય યુપીઆઈ એપ્પ ઉપર નાણાંકઈ રીતે મોકલવા
- પેટીએમ એપ્પના પેટીએમના યુપીઆઈ મની ટ્રાન્સફર સેકશનમાં જાઓ TO UPI APP ઉપર ટેપ કરો
- કોઈ પણ યુપીઆઈ એપ્પનો મોબાઈલ મંબર એન્ટર કરો અને નાણાં સ્વીકારનારનો મોબાઈલ નંબર એન્ટર કરો
- રકમ એન્ટર કરો અને અને નાણાં ઝડપથી ટ્રાન્શફ કરવા ‘પે નાઉ’ ટેપ કરો