બિઝનેસસુરત

સરકારની યોજનાઓથી અવગત કરાવવા હેતુ ‘આત્મનિર્ભર ભારત માટે નિર્યાતની ભૂમિકા’વિષે અવેરનેસ પ્રોગ્રામ યોજાશે

અવેરનેસ પ્રોગ્રામમાં આયાતકારો–નિર્યાતકારો અને ઉદ્યોગ સાહસિકોને જાણકારી અપાશે

સુરત. વિશ્વ ફલક પર ભારત દેશ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહયો છે. એના માટે સરકાર દ્વારા એકસપોર્ટ માટે જુદી–જુદી નવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેનો લાભ લઇને નિર્યાતકારો તથા ઉદ્યોગ સાહસિકો ભારતમાંથી વિદેશોમાં વિવિધ પ્રોડકટ એકસપોર્ટ કરીને દેશને આત્મનિર્ભર બનાવવા પોતાનો મહત્વનો ફાળો આપી શકે છે, આથી ભારતમાંથી વિવિધ દેશોમાં થતું નિર્યાત ભારતને આત્મનિર્ભર બનાવવા માટે કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવી રહયું છે?

સાથે જ આત્મનિર્ભર ભારત માટે સરકારની નવી યોજનાઓ કઇ કઇ છે? તે બાબતે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, વેપારીઓ, આયાતકારો – નિર્યાતકારો અને ઉદ્યોગ સાહસિકોને અવગત કરાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમયાંતરે ગવર્નમેન્ટ ઓથોરિટી સાથે મળીને કાર્યક્રમો કરવામાં આવે છે.

જેના ભાગરૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન – સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ર૪ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે‘આત્મનિર્ભર ભારત માટે નિર્યાતની ભૂમિકા’વિષય ઉપર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે અમદાવાદના એકસપોર્ટ – ઇમ્પોર્ટ કન્સલ્ટન્ટ અંકિત મજમુદાર આયાતકારો તથા નિર્યાતકારોને મહત્વનું હેતુલક્ષી માર્ગદર્શન આપશે.

આ અવેરનેસ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક http://bit.ly/3OcxjgQ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button