બિઝનેસ

ફાસ્ટેગથી  ડિજિટલ ચૂકવણી કરીને યુઝર્સને  સુરક્ષિત પાર્કીંગ માટે પેટીએમ પેમેન્ટસનો નેકસસ મૉલ સાથે સહયોગ

વિવિધ નેકસસ મૉલ તથા ખાતે પેટીએમ ફાસ્ટેગ મારફતે પાર્કીંગ ચાર્જની સરળ ચૂકવણીની વ્યવસ્થા

ભારતમાં  વિકસેલી પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડે (પીપીબીએલ) આજે જાહેરાત કરી છે કે તેણે ભારતના સૌથી મોટા રિયસ એસ્ટેટ રિટેઈલ પ્લેટફોર્મસ નેકસસ મૉલ્સ ખાતે કારના પાર્કીંગ માટે ફાસ્ટેગનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકાશે. આ સુવિધા ઉપલબ્ધ થતાં  મૉલની મુલાકાત લેતા વિઝિટર્સે પાર્કીંગમાં લાંબી કતારનો સામનો કરવો નહી પડે અને ફાસ્ટેગનો ઉપયોગ કરીને ડિજિટલ ચૂકવણી કરી શકશે.

બેંકે નેક્સસ ગ્રુપ હેઠળ આવેલા નેક્સસ મૉલ્સના પોર્ટફોલિયોના અન્ય મૉલ ખાતે પણ પાર્કીંગની ડિજિટલ ચૂકવણી શક બનાવી છે, જેમાં નેકસસ ફોરમ, શાંતીનિકેતન, નેકસસ વ્હાઈટફીલ્ડ,બેંગલોરમાં  નેકસસ કોરામંગલા, મુંબઈમાં નેકસસ સીવુડ, નેકસસ ઈન્દોર સેન્ટ્રલ, ઈન્દોરના ટ્રેઝર આઈલેન્ડ મૉલ, નેકસસ અમૃતસર, નેકસસ અમદાવાદ સહિતના દેશના નેકસસ મૉલ્સનો સમાવેશ થાય છે. પાર્કીંગ વિસ્તારમાં સમાન પ્રકારે પાર્કીંગ ચાર્જની ચૂકવણીની વ્યવસ્થા માટે  બેંક હૉસ્પિટલ્સ, એરપોર્ટસ , વિવિધ રાજયોનાં મ્યુનિસિપલ કોર્પોરેશનો જેવા વિવિધ સહયોગીઓ સાથે ચર્ચા કરી રહી છે.

આ પાર્ટનરશીપને પેટીએમ પેમેન્ટસ બેંક સાથે મળીને કારણે વર્લ્ડ ક્લાસ પાર્કીંગ મેનેજમેન્ટ સિસ્ટમ પૂરી પાડવામાં  સહાય થશે. અને ફાસ્ટેગ ઈસ્યુ કરનાર તરીકે દેશમાં નેકસસ મૉલની મુલાકાત લેનાર વિઝિટર્સમાં  તથા આ વ્યવસ્થાથી  અગ્રણી કાર પાર્કીંગ પ્રોવાઈડર્સ અને ઓપરેટર્સમાં સિક્યોર પાર્કીંગ મેળવી શકાશે તથા પેટીએમ બેંકની પહોંચ વિસ્તરશે અને 200 કરતાં વધુ પ્રોપર્ટીની વ્યવસ્થા સાથે જોડાશે, જેમાં મુખ્યત્વે અગ્રણ મૉલ્સ, ઓફિસ બિલ્ડીંગ્ઝ, એરપોર્ટસ, ફાઈવ સ્ટાર હોટલ્સ, એક્ઝીબિશન સેન્ટર્સ અને પબ્લિક કાર પાર્કિંગનો સમાવેશ થશે.

પેટીએમ પેમેન્ટસ બેંકના પ્રવક્તા જણાવે છે કે “ફાસ્ટટેગ પ્રોગ્રામમાં અગ્રણી તરીકે અમે ગ્રાહકોને દેશના 240થી વધુ ટોલ પ્લાઝા ખાતે ડિજીટલ ચૂકવણીના વ્યવસ્થા કરી છે. અમે સતત ઈનોવેશન કરી રહ્યા છીએ અને તમામ લોકો માટે ડિજીટલ સોલ્યુશન્સ પૂરાં પાડવાની ગોઠવણ કરી રહયા છીએ, જેમાં કાર પાર્કિંગનું ડિજીટલ પેમેન્ટ એ એક નવી વ્યવસ્થા છે, જેનાથી દેશમાં નેક્સસ મૉલ્સની મુલાકાત લેનાર માટે ડિજીટલ ચૂકવણીની વ્યવસ્થા ઉભી થશે. મૉલ પાર્કિંગમાં પ્રવેશ તથા વિદાય વખતે સરળતા રહેશે.”

નેક્સસ મૉલ્સના સીઓઓ જયેન નાયક જણાવે છે કે “નેક્સસ મૉલ્સના અમારા વિવિધ પોર્ટફોલિયો ખાતે અનોખો અનુભવ પૂરો પાડવાનું અમે ગૌરવ અનુભવીએ છીએ. ફાસ્ટેગ વડે ગ્રાહકોને પેમેન્ટની ડિજીટલ ચૂકવણીની વ્યવસ્થાને કારણે કાર પાર્કિંગમાંથી વિદાય વખતે પ્રતિક્ષાનો સમય ઘટશે. ફાસ્ટટેગ એ હવે દેશના વિવિધ ટોલ પ્લાઝામાં વ્યાપકપણે સ્વિકાર્ય પધ્ધતિ બની છે અને આ સુવિધાનો ઉમેરો થવાથી અમારા ગ્રાહકોની સરળતામાં વધારો થશે.”

સિક્યોર્ડ પાર્કિંગ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ, અરવિંદ માયર જણાવે છે કે “અમે પ્રવેશ અને વિદાય વખતે સંપર્ક વિહીન અનુભવ પૂરો પાડીને ગ્રાહકોના અનુભવમાં મહત્તમ વૃધ્ધિ કરવા માટે કટિબધ્ધ છીએ. આ વ્યવસ્થામાં અમે ફાસ્ટેગ રજૂ કરવા માટે પેટીએમ પેમેન્ટસ બેંક સાથે સહયોગ કર્યો છે અને તે ભારતના અમારા તમામ કાર પાર્કિંગ ખાતે ઉપલબ્ધ થશે.”

ત્વરિત એક્ટિવેશન અને સુપિરીયર કસ્ટમર કેર સપોર્ટને કારણે પેટીએમ ફાસ્ટટેગને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે. આ વ્યવસ્થામાં રિચાર્જ માટે અલગ ગોઠવણ વગર પેટીએમ વૉલેટમાંથી સીધી ચૂકવણી થઈ શકશે. પીપીબીએલ એ દેશમાં ફાસ્ટેગની સૌથી મોટી ઈસ્યુઅર છે અને તેણે નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (એનઈટીસી) પ્રોગ્રામ હેઠળ સૌથી વધુ ટોલ પ્લાઝા હસ્તગત કર્યા છે તથા દેશ વ્યાપી ઈન્ટર ઓપરેબલ ટોલ પેમેન્ટસ સોલ્યુશન્સ પૂરાં પાડ્યા છે.

પેટીએમ પેમેન્ટસ બેંકના મિડીયા સંપર્ક માટેઃ અમૃત આનંદનો amrit.anand@paytmbank.com ઉપર સંપર્ક કરો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button