બિઝનેસ

પેટીએમ યુપીઆઈ મારફતે બસ ટિકિટના બુકીંગમાં પેટીએમની રૂ. 300સુધીનીઈનસ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઓફર

પેટીએમ બ્રાન્ડની માલિકી ધરાવતી ભારતની અગ્રણી પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની અને ક્યુઆર કોડ અને મોબાઈલ પેમેન્ટસમાં પાયોનિયર One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડે (OCL) પેટીએમ યુપીઆઈ મારફતે બસ ટિકિટ બુક કરાવવામાં રૂ. 300 સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરી છે. આ રીતે આ ટેક ઈનોવેટરે બસટિકિટ બુકીંગ પોસાય તેવુ બનાવ્યુ છે. અને પેસેન્જરોને  કોઈ પણ પરેશાની વગર વધુ બચત કરવામાં સહાય કરી છે.

ભારતની  અત્યંત ઈનોવેટિવ ટેક કંપનીએ NEW2BUS, BOGO, અને  RIDE100 નામની  ત્રણ ઓફરો રજૂ કરી છે. જેમાં યુઝર્સ ભારતમાં કોઈ પણ સ્થળેથી બસનુ બુકીંગ કરાવવા માટે પેટીએમયુપીઆઈ મારફતે પૈસા ચૂકવતાં  પૈસાનીબચત કરી શકશે.

NEW2BUS ઓફર હેઠળ યુઝર્સને રૂ. 300ના મૂલ્યની ટિકિટના ઓર્ડર ઉપર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. BOGOનો ઉપયોગ કરીને યુઝર  100 ટકા ડિસ્કાઉન્ટ અથવા તો પેટીએમ યુપીઆઈથી બીજી ટિકિટની ખરીદીમાં રૂ. 300 સુધીનુ ડિસ્કાઉન્ટ મેળવી શકશે.જ્યારે  RIDE100 નો ઉપયોગ કરીને પેટીએમ યુપીઆઈ મારફતે બસની ટિકિટ ખરીદતાં યુઝર રૂ. 100મુ ઈનસ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button