બિઝનેસસુરત

એએમ/એનએસ ઈન્ડિયાનું ‘કોર્પોરેટ એનવાયરોમેન્ટ રિસ્પોન્સિબિલિટી’ એવોર્ડ-2023 થી બહુમાન

હજીરા-સુરત, તા. 18 એપ્રિલ, 2023  : આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ને તેના પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો બદલ તથા પર્યાવરણને થનારી વિપરિત અસર નિવારવાના પ્રયાસોની કદર કરીને ‘કોર્પોરેટ એનવાયરોનમેન્ટ રિસ્પોન્સિબિલિટી’ એવોર્ડ-2023 એનાયત કરવામાં આવ્યો છે.

ધ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)એ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે મળીને શનિવારે “એનવાયરોનમેન્ટ કોન્ક્લેવ” નું સુરત ઈન્ટરનેશનલ એકઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) સંકુલ સરસાણા, સુરત ખાતે યોજેલા એક સમારંભમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી  મૂળૂભાઈ બેરા વન,પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન (EFCC) તથા ગુજરાત સરકારમાં વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તનના (EFCC) રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ તેમજ GPCB, CPCB, IIT, CEE & NGT વગેરે સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા પ્રસિધ્ધ વકતાઓ આ સમારંભમાં હાજર રહયા હતા. આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના એકઝિક્યુટિવ ડિરેકટર  સંતોષ મુંધડા આ પ્રસંગે માનવંતા મહેમાન તરીકે હાજર રહયા હતા. 

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના એકઝિક્યુટિવ ડિરેકટર શ્રી સંતોષ મુંધડાએ જણાવ્યું હતું કે “એએમ/એનએસ ઈન્ડિયા પર્યાવરણની જાળવણી અંગે કટિબધ્ધ છે અને એમિશન ઘટાડવા માટેના નોંધપાત્ર પ્રયાસો કર્યા છે.  અમે એએમ/એનએસ ઈન્ડિયાના હજીરા પ્લાન્ટ માટે  ધ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)નો આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારતાં ગૌરવ અનુભવીએ છીએ 

શ્રી મુંધડાએ વધુમાં જણાવ્યું હતું કે “એએમ/એનએસ ઈન્ડિયાએ પર્યાવરણની જાળવણી અને  પર્યાવરણલક્ષી બની રહેવાની કટિબધ્ધતા માટે અનેક નવીન પગલાંઓ હજીરા સંકુલમાં ભર્યા છે, એએમ/એનએસ ઈન્ડિયા હજીરામાં વિશ્વનો સૌથી મોટો ગેસ આધારિત સ્પોન્જ આયર્ન (DRI) પ્લાન્ટ છે, જે ડિકાર્બોનાઈઝેશન અને ગ્રીન સ્ટીલ બનાવવા માટેની અગ્રણી ટેકનોલોજી છે. ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ હાંસલ કરવા માટેની અમારી પહેલ, સ્ટીલ નિર્માણમાં 200 મેગાવોટ રિન્યુએબલ પાવરનો ઉપયોગ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે,”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “એએમ/એનએસ ઈન્ડિયા તેના કાચા માલના પરિવહન માટે સ્લરી પાઇપલાઇન અને દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યું છે જે અત્યંત ઉર્જા બચાવે છે. એએમ/એનએસ ઈન્ડિયા સ્ટીલ ઉત્પાદનની પ્રક્રિયામાં તેના તમામ વેસ્ટ ગેસનું રિસાયકલિંગ કરે છે અને બહેતર અને તંદુરસ્ત વાતાવરણ માટે ઉર્જાનો વપરાશ ઘટાડે છે. અમને ગર્વ છે કે એએમ/એનએસ ઈન્ડિયા દ્વારા CRRI (સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) સાથે મળીને ભારતનો પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ બનાવવાની સંયુક્ત પહેલ હજીરા ખાતે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

જે નેચરલ એગ્રીગેટ્સને બદલે 100% સ્ટીલ સ્લેગથી નિર્માણ થયો છે, જે પર્યાવરણનું રક્ષણ કરે છે. સ્ટીલ સ્લેગના ઉપયોગથી રસ્તાની એકંદર જાડાઈ ઘટી છે, જે પરંપરાગત બની ગયેલી પદ્ધતિઓથી તૈયાર થતાં રસ્તાઓની તુલનામાં ઓછો ખર્ચાળ અને વધુ મજબૂત છે. આ પ્રોજેક્ટને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે,” 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button