જાણીતા સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ સિતાંશુ યશશ્ચંદ્રને તથા કવિ અને લેખક ગોવિંદ મિશ્રા ‘આકાશદીપ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

સુરત: હિન્દીના જાણીતાં કવિ અને લેખક ગોવિંદ મિશ્રા તથા ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ, નાટ્યલેખક અને સમીક્ષક સિતાંશુ યશશ્ચંદ્રને લેખન અને જીવનમાં તેમના આજીવન સુદીર્ઘ યોગદાન બદલ અગ્રણી હિન્દી સમાચાર જૂથ અમર ઉજાલા દ્વારા સ્થાપિત સર્વોચ્ચ ‘આકાશદીપ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે ગુજરાતીની પસંદગી કરવામાં આવી છે. આકાશદીપ પુરસ્કાર વિજેતાઓના ક્વોટ્સ: “આ ભાષાઓ વચ્ચેનો સૌથી સુંદર સેતુ છે.” – સિતાંશુ યશશ્ચંદ્ર “એક ભવ્ય પરંપરાનો ભાગ બનવું એ એક મહાનઅનુભૂતિ છે.” – ગોવિંદ મિશ્રા
આધુનિક કળા અને ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય અને બેજોડ યોગદાન બદલ ગુજરાતના કચ્છમાં 19 ઓગસ્ટ, 1941ના રોજ જન્મેલા સિતાંશુ યશશ્ચંદ્રની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉત્તરપ્રદેશના બાંદામાં 1 ઓગસ્ટ, 1939ના રોજ જન્મેલા ગોવિંદ મિશ્રાની હિન્દી લેખન ક્ષેત્રે અનન્ય પ્રદાન બદલ આ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે.
અમર ઉજાલાના ગ્રુપ એડવાઈઝર અને શબ્દ સમ્માનના સંયોજક યશવંત વ્યાસે જણાવ્યું હતું કે અમર ઉજાલા ફાઉન્ડેશને ભારતીય ભાષાઓના સામૂહિક સ્વપ્નની પૃષ્ઠભૂમિમાં 2018માં શબ્દ સન્માનનો પ્રારંભ કર્યો હતો. ‘આકાશદીપ’નું સર્વોચ્ચ સન્માન હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓના દરેક સાહિત્યકારને એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડમાં પાંચ-પાંચ લાખ રૂપિયાની રકમ, પ્રશસ્તિપત્ર અને પ્રતીક તરીકે ગંગાજીની પ્રતિમાનો સમાવેશ થાય છે. આ એવોર્ડ સાથે જ વર્ષની શ્રેષ્ઠ સાહિત્યિક રચનાઓ (શ્રેષ્ઠ કૃતિ)નું પણ સન્માન કરવામાં આવે છે. જેમાં ભાષાઓ વચ્ચેના સહયોગને ઉજાગર કરવા માટે અનુવાદ માટે ભાષાબંધુ એવોર્ડનો પણ સમાવેશ થાય છે.
યુગલ જોશી, ધ્રુવ શુક્લા, જ્યોતિ ચાવલા, કિંશુક ગુપ્તા અને સુભાષ નીરવને શ્રેષ્ઠ કૃતિ સન્માન એનાયત કરાશે.અમર ઉજાલા શબ્દ સન્માન-2024 હેઠળ વર્ષ 2023માં પ્રકાશિત થયેલી શ્રેષ્ઠ હિન્દી કૃતિઓ માટે પણ શબ્દ સન્માનની જાહેરાત કરવામાં આવી છે.