સુરત

કામરેજ નજીક કોળી ભરથાણા રોડ ખાતે નાઈટ ક્રાટિંગ નો શુભારંભ

યુવાઅો રોડ ઉપર થ્રીલ કરવાના બદલે અહીં ગો કાર્ટિંગ માં સુરક્ષિત રાઈડિંગ કરો

સુરતઃ સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ કોળી ભરથાણા રોડ પર આવેલ આત્મીય પાર્ટી પ્લોટમાં આજે ૨૬મી જાન્યુઆરી થી નાઈટ ક્રાર્ટિઁગ નો ભવ્ય શુભારંભ થયો છે. યુવાઅો રસ્તા ઉપર સ્પીડ નો આનંદ ઉઠાવી પોતાની અને બીજાની જીંદગી જાખમમાં મુકાવાને બદલે હવે રેસિંગ શુટ, હેલ્મેટ સેફટી સાધનો સાથે સુરક્ષિત રીત ગો કાર્ટિંગ માં સ્પીડનો આનંદ માણી શકે તે ઉદેશ્ય સાથે નાઈટ કાર્ટિંગ ગો કાર્ટિઁગ શુરૂ કરવમાં આવ્યુ છે.

હિના ગ્રુપ ઓફ કંપનીજના સ્લોક પ્રશાંતકુમાર પટેલ, હિનાબેન ­પ્રશાંતકુમાર પટેલ, ­પ્રશાંતકુમાર રમેશચંદ્ર પટેલ દ્વારા આત્મીય પાર્ટી પ્લોટ ખાતે ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ અજિતભાઈ આહિર ના શુભહસ્તે નાઈટ કાર્ટિંગ નો શુભારંભ કરવામાં આવ્યો.

­

પ્રશાંતકુમાર પટેલ ના જણાવ્યા મુજબ સુરત શહેરના વેસુ અઠવા અને ડુમસ તરફના વિસ્તારમાં જે સ્પોર્ટસ ઍડવેન્ચર અને મનોરંજનની જે ઍક્ટીવિટીજ છે તેવી તમામ આધુનિક એન્ટરટેન્મેન્ટ સુવિધા સુરત સ્ટેશનના પુર્વ તરફના છેડે કામરેજ વિસ્તારમાં આપવા માટે નાઈટ કાર્ટિંગનુ (ગો કાર્ટિંગ) નવું નજરાણું આજથી શુરૂ થયુ છે. થોડાક સમય બાદ અહીં બોક્સ ક્રિકેટ પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ.

યંગસ્ટર્સ ને સ્પીડ નો બહુ ક્રેજ છે યુવાઅો રોડ કરતા અહિ ગો કાર્ટિંગ માં સ્પીડ કરે તો અહી બધાજ સેફટી ફિચર્સ છે. ગાડી પલ્ટી નહી થાય અને એક્સીડેન્ટ થાય તો તેમને કાઈ નહી થાય તે ­માણેની સુરક્ષા વ્યવસ્થા અને સાધનો છે. એન્જાયમેન્ટ અને સ્પીડ યુવાઅો અહી ઍક્ટીવિટી કરી શકે તેવા ઉદેશ્ય સાથે અહી ગો કાર્ટિઁગ શુરૂ કરવામાં આવ્યુ છે. જે યુવાઅોને આનામાં કેરિયર બનાવવી હોય તો તેવો અહી કેરીયર પણ બનાવી શકે. ફોર્મ્યુલા વન ની શુરૂઆતજ ગો કાર્ટિંગ છે. ફોર્મ્યુલા વન માં ભારત તરફથી માત્ર બે યુવાઅોજ આંતર્રાષ્ટ્રીય સ્તરે પહોચી શક્યા છે. તેથી યુવાઅોને અહી ગો કાર્ટિંગ થી કેરિયર પણ બનશે અને મનોરંજન એક્ટીવિટી પણ મળશે.

કામરેજ ચાર રસ્તા થી ત્રણ કિલોમીટર દુર આત્મીય પાર્ટી પ્લોટ ખાતે બે વિઘા મા ૩૫૦ મીટર નો ટ્રેક છે એક સાથ પાંચ કાર્ટ ચલાવી શકીશુ. અહી ૧૦ કાર્ટ લગાવીશુ ૫ કાર્ટ આવી ગઈ છે અને બાકીની ૫ કાર્ટ માર્ચ મહિના માં આવશે થશે. આજે જે પ કાર્ટ શુરૂ થઈ છે તે ૧૪ વર્ષથી વધુ ઉમરવાળા લોકો માટે છે તેને યુવાઅો, અને મોટી ઉમરવાળા લોકો પણ ચલાવી શકે છે. ૭ થી ૧૪ વર્ષ માટેના છોકરાઅો માટે માર્ચ સુધી કાર્ટ આવી જશે આ ઉપરાંત ૭ વર્ષથી પણ અોછી ઉમરના બાળકોને કાર્ટ ચલાવવાનો ક્રેજ છે તેમના પેરેન્ટ સાથે બેસી શકે તે માટે ટ્વીન સીટર કાર્ટ મંગાવેલી છે.

વધુમાં ­પ્રશાંતકુમાર એ જણાવ્યુ કે ગો કાર્ટિંગ ની સેવા સવારે ૧૧ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી રહેશે. બારડોલી જણારાઅો તથા શનિવારે રવિવારે ગલતેશ્વર જણારા લોકોને સરળતાથી આત્મીય પાર્ટી પ્લોટ ખાતે ગો કાર્ટિંગ મનોરંજનનો લાભ લઈ શકાશે. ડિજીટાઈજ એન્ટ્રી, કેશલેસ ફી તથા કીચનની સુવિધા પણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button