મેડિકેર હાઇજીનનો ઇકો-ફ્રેન્ડલી વેટ વાઇપ્સ સાથે કોસ્મેટિક્સ સેગમેન્ટમાં પ્રવેશ

અમદાવાદ: મેડિકેર હાઇજીન લિમિટેડ એક પ્રતિષ્ઠિત કંપની છે જે મેડિકલ બેન્ડેજ, સર્જિકલ નોન-વોવન ડિસ્પોઝેબલ સહિતની વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને નિકાસ કરે છે. જે અર્થિકા ઇકો-ફ્રેન્ડલી વેટ વાઇપ્સના લોન્ચ સાથે કોસ્મેટિક્સ સેગમેન્ટમાં પ્રવેશ કરી રહ્યું છે.વેટ વાઇપ્સની શરૂઆત સાથે કંપની આગામી મહિનાઓમાં કોસ્મેટિક્સ સેગમેન્ટમાં વધુ પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે.મેડિકેર હાઇજીન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જિતેન્દ્ર સચદે એ નવા વ્યવસાય અંગે વાત કરતા જણાવ્યું હતું કે, “મેડિકલ બેન્ડેજ, ગૉઝ સ્કવેર પેડ, સર્જિકલ ડ્રેસિંગ મટિરિયલ અને અન્ય સમાન ઉત્પાદનોના અગ્રણી ઉત્પાદક તરીકે કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ માટે અમે બહુ આનંદિત છીએ. અમે ઉમદા પ્રોડક્ટ અને અજોડ વપરાશકર્તા અનુભવ સાથે અર્થિકા વેટ વાઇપ્સને લોન્ચ કરતા ઉત્સાહિત છીએ.
”અર્થિકા વેટ વાઇપ્સ યોગ્ય અને ઇકો ફ્રેન્ડલી રો મટીરીયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યા છે. જે વપરાશકર્તાઓને તાજગી અને આત્મવિશ્વાસ આપશે. મેડિકેર હાઇજીનના અર્થિકા વેટ વાઇપ્સ ગ્રાહકોની સ્વચ્છતાને લઇને પરંપરાગત પદ્ધતિઓ જેવી કે પાણી, સાબુ, રૂમાલ, ડ્રાય ડિશ્યુના ઉપયોગને બદલશે તેવો વિશ્વાસ છે.
શ્રી સચદેએ જણાવ્યું હતું કે, “અમારૂ ઉત્પાદન મોટાપાયે નથી. પરંતુ વિવિધ શહેરોમાં ઉંમર, જાતિ અને ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને વ્યાવસાયિક અને જરૂરી માર્કેટ રિસર્ચ પછી બનાવવામાં આવ્યા છે. અમને વિશ્વાસ છે કે ગ્રાહકો માટે અર્થિકા વેટ વાઇપ્સ ત્વરિત તાજગી આપનાર રહેશે. જે કોઇના પોકેટ, ખિસ્સા અને પર્સમાં સરળતાથી લઇ જઇ શકાય છે.”અર્થિકા વેટ વાઇપ્સ 99 ટકા શુદ્ધ પાણી, નરમ અને જાડા ફેબ્રિકમાંથી અદભુત ફોર્મ્યુલેશન સાથે તૈયાર કરાયું છે. તેમાં શુદ્ધ ઇઉ-ડી કોલોનની હળવી અને તાજગી આપતી સુગંધ છે. તે ડર્મેટોલોજીકલી, બાયોડિગ્રેડેબલ અને પીએચ-બેલેનસ કરીને પરીક્ષણ કરવામાં આવ્યા છે. વેટ વાઇપ્સ ગ્રાહકોના વિશાળ વર્ગ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જે તમામ ઉંમરના લોકોને હળવાશ અને તાજગીનો અનુભવ પ્રદાન કરશે.