બિઝનેસ

ઇલેક્ટ્રિક સીવી ઉત્પાદક મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટીએ ‘ZEO’ 4W SCV’ લોન્ચ કરી

એડવાન્સ્ડ ઇલેક્ટ્રિક મોટર 30 kW પાવર અને 114 Nm ટોર્ક આપે છે

સુરત : ભારતની નંબર 1* ઇલેક્ટ્રિક 3-વ્હીલર કંપની મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી લિમિટેડે (એમએલએમએમએલ ) ક્રાંતિકારી નવી ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર મહિન્દ્રા ZEOના સત્તાવાર લોન્ચની આજે જાહેરાત કરી હતી. ZEO નામ "Zero Emission Option"સૂચવે છે જે ઇલેક્ટ્રિક વ્હીકલના પર્યાવરણીય લાભો દર્શાવે છે.

બે વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ મહિન્દ્રા ZEO -એમએલએમએમએલે મહિન્દ્રા ZEOને રૂ. 7.52Lakh લાખથી શરૂ થતી આકર્ષક કિંમતે રજૂ કરી છે. મહિન્દ્રા ZEO સાથે ગ્રાહકો ડીઝલ એસસીવી સાથે સરખામણી કરતા સાત વર્ષમાં રૂ. 7 લાખ સુધીની બચત કરી શકે છે.

મહિન્દ્રાZEOની 300થી વધુ વોલ્ટનું હાઇ-વોલ્ટેજ આર્કિટેક્ચર શ્રેષ્ઠ ઊર્જા કાર્યક્ષમતા, વધુ ઊંચી રેન્જ અને ફાસ્ટ ચાર્જિંગ ટાઇમ સુનિશ્ચિત કરે છે. મહિન્દ્રા ZEO 160 કિમી સુધીની રિયલ-વર્લ્ડ ડ્રાઇવિંગ રેન્જ પૂરી પાડે છે. 60 મિનિટ ફાસ્ટ ચાર્જિંગ સાથે મહિન્દ્રા ZEO 100 કિલોમીટરની રેન્જ આપે છે.

એડવાન્સ્ડ ઇલેક્ટ્રિક મોટર 30 kW પાવર અને 114 Nm ટોર્ક આપે છે.એઆઈ-સંચાલિત કેમેરા પાવર્ડ એડીએએસ લેન ડિપાર્ચર વોર્નિંગ, પેડેસ્ટ્રીયન કોલાઇઝન વોર્નિંગ અને અન્ય જેવા સેફ્ટી ફીચર્સ ધરાવે છે. 2,250 એમએમ કાર્ગો બોક્સ લોડિંગ ક્ષમતા વધારે છે. લિક્વિડ-કૂલ્ડ 21.3 kWh બેટરી પેક સર્વોચ્ચ AIS038હાઇ-વોલ્ટેજ બેટરી સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ધરાવે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button