એજ્યુકેશન

ધોરણ 10 સીબીએસઇ ના પરિણામમાં એલ પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલનો ડંકો

સુરતઃ શ્રેષ્ઠ પરિણામોની પરંપરા જાળવતી શિક્ષણ જગતની અગ્રણી એકમાત્ર સંસ્થા એલ પી સવાણી ગ્રુપ ઓફ સ્કુલ. વર્ષ 2022 23 માં પણ તેમણે પોતાની પરંપરા જાળવી અને અહીંના વિદ્યાર્થીઓએ સફળતાનો પરચમ સમગ્ર સુરત શહેરમાં લહેરાયો છે.

એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કુલ ના વિદ્યાર્થીઓએ ધોરણ 10 સીબીએસસી 2022 23 ના શૈક્ષણિક વર્ષમાં બોર્ડ પરીક્ષામાં સફળતાનું નવું શિખર સર કર્યું છે. હા શાળાના વિદ્યાર્થીઓએ જવલંત સફળતા મેળવી અને એલપી સવાણી પરિવારનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.

આ વર્ષે ધોરણ 10 સી બી એસ ઇ માં કુલ ૪૦૩ વિદ્યાર્થીઓમાંથી 56 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ 124 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ ૧૦૩ વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને ૫૬ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.

આ તમામ વિદ્યાર્થીઓની સફળતા પાછળ એલપી સવાણી પરિવાર શાળાના ઉર્જાવાન આચાર્ય અને અધ્યાપકોની કઠોર તપસ્યાનું પરિણામ છે જેથી આજે સુરત મહાનગરમાં આ શાળાનું નામ શું થયું છે આ તમામ વિદ્યાર્થીઓને એલપી સવાણી પરિવાર આચાર્યના અધ્યાપકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવાય છે કે જેમણે પોતાની આગવી મહેનત ખંડ અને પ્રતિભાથી આ આ શાળાનું જ નહીં પણ સમગ્ર એલપી સવાણી પરિવારનું નામ રોશન કરેલ છે ખરેખર સફળતા દોડના અંતિમ ડગલે જ નથી મળતી પણ પ્રત્યેક ડગલાનો તેમાં હિસ્સો હોય છે એટલે જ પ્રત્યેક ડબલુ જે વિદ્યાર્થીઓ હોય એ સમજી વિચારીને એલપી સવાણી શાળા તરફ ભર્યું છે તેની સફળતા જવલંત રહેવાની છે

જવલંત સફળતા પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓને શાળાના ચેરમેન શ્રી માવજીભાઈ સવાણી અને વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક મિત્રો અને સમગ્ર શાળા પરિવારના વિદ્યાર્થીઓને સફળતા માટે અને ઉચ્ચ ભવિષ્ય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button