પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓનું પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ
સુરતઃ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામાનાં વિદ્યાર્થીઓએ CBSE – 2023 ની ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષામાં સફળતાનું નવું શિખર સર કર્યું છે. આ સ્કુલનાં તારલાઓએ જ્વલંત સફળતા મેળવી અને પી. પી. સવાણી પરિવારનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરેલ છે.
સ્કૂલના 10 વી ની વિદ્યાર્થી હિરવા મેસિયા ને 97.2 % આવ્યાં છે. સાયન્સમાં 99 માર્કસ પ્રાપ્ત કર્યા છે. જેનીલ ૯૬.૦૪% , ઈશિકા બાલધા ૯૪.૪૦% , નીલ લાઠીયા ૯૪.૦૦% ,આ તમામ વિદ્યાર્થીઓની સફળતા પાછળ પી. પી. સવાણી પરિવાર, શાળાનાં ઉર્જાવાન આચાર્ય, અધ્યાપકો અને વાલીઓની કઠોર તપસ્યાનું જ પરિણામ છે.
શાળા પરિવારના ચેરમેનશ્રી વલ્લભભાઈ સવાણી, સેક્રેટરીશ્રી હર્ષદભાઈ રાજ્યગુરુ , ટ્રસ્ટીશ્રી શ્રી જૈમીન રાજ્યગુરુ, ડીરેકટરશ્રી પ્રણય જરદોશ, આચાર્યશ્રી હરીશ ચંદ્ર ખીચી તથા શિક્ષકગણ જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવે છે.