સુરત
સુરતમાં મહિલાની હત્યા કરીને પ્રેમી ફરાર

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા મંથન પોઈન્ટ કોમ્પ્લેક્સમાંથી આજે સવારે એક મહિલાની લાશ મળી આવી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ સુરતના મહિધરપુરા વિસ્તારના મંથન પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી આજે સવારે એક મહિલાની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
ઘટનાની માહિતી મળતાં મહિધરપુરા પોલીસે તપાસ કરતાં મહિલાની ઓળખ માધુરી તરીકે થઈ હતી. હત્યાની ઘટના બાદ પોલીસે તેનો પ્રેમી ન મળતાં અને હત્યા કર્યા બાદ ફરાર થઈ જવાની શંકાના આધારે તપાસ શરૂ કરી છે.