દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાત ST નિગમ દ્વારા દિવાળીની ઉજવણી કરવા વતન જતા લોકો માટે 19 થી 24 ઓક્ટોબર દરમિયાન 2300 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત ડિવિઝનમાંથી 1550 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ ડિવિઝનમાંથી 700 વધારાની બસો દોડાવવામાં આવશે. માત્ર સુરત અને અમદાવાદ જ નહીં, રાજ્યભરના એસટી ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે.
દિવાળીના તહેવાર દરમિયાન પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે તે માટે એસટી નિગમ 19 થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. જેમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે.
તમામ ટ્રાફીક અધિકારીઓ, તમામ ડેપો મેનેજરોને હેડક્વાર્ટરમાં રહીને બસ સ્ટેશન પર હાજર ટ્રાફિક નિરીક્ષકોને મુસાફરો માટે પૂરતી બસો મળી રહે તે માટે વધારાની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે.