ગુજરાતસુરત

સુરતમાં ટ્રેનનું બુકિંગ ફૂલ થતા ખાનગી બસોના ભાડા બમણાં, નવા રેટ સાંભળીને ચોંકી જશો

દિવાળીનો તહેવાર ખૂબ નજીક આવી ગયો. તહેવારોમાં વતન જવા માટેની ભીડ વધી છે. મોટાભાગની ટ્રેનમાં  વેઈટિંગ બતાવે છે. સુરતમાં ટ્રેનો ફૂલ થતાં બસોના ભાડાં ટ્રેનો કરતાં બમણાં થઈ ગયા છે. સુરતથી બસોનું ભાડું 1500થી 2000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે એસી બસોનું ભાડું 3 હજાર સુધી ઊંચે વસુલાય રહ્યું છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસોના ભાડા પર નજર કરીએ તો નોન AC સુરત- રાજકોટ બસનું ભાડું રૂ.1200 વસુલવામાં આવી રહ્યું છે.

તો સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500 વસુલાય છે.  AC બસનું સુરત- રાજકોટ ભાડું રૂ.2000 હજારે પહોચ્યું છે. સાથે સુરતથી ભાવનગર   જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા વસુલવામાં આવી રહ્યું છે. જ્યારે સુરતથી ઈન્દોર જવા માટે એસી બસનું ભાડુ 3000 છે. તો નોન AC બસનું ભાડું 2000 વસુલાય રહ્યું છે.

ગુજરાત ST નિગમ દ્વારા દિવાળીની ઉજવણી કરવા વતન જતા લોકો માટે 19 થી 24 ઓક્ટોબર દરમિયાન 2300 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત ડિવિઝનમાંથી 1550 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. જ્યારે અમદાવાદ ડિવિઝનમાંથી 700 વધારાની બસો દોડાવવામાં આવશે. માત્ર સુરત અને અમદાવાદ જ નહીં, રાજ્યભરના એસટી ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button