લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી
સેવાઓ થકી લોકોના આર્શીવાદ એ ખરા અર્થમાં મારા જન્મદિવસની ભેટ છે: ધારાસભ્ય સંગીતાબેન પાટીલ
સુરત: લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જન સેવા એજ પ્રભુ સેવાના ભાવ સાથે રક્તદાન શિબિર, સર્વ રોગ નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, આંખની તપાસ સહિત જરૂરીયામંદોને અનાજ કિટ, ધાબળાનું વિતરણ કરીને પોતાના જન્મ દિવસની અનોખીરીતે ઉજવણી કરી હતી. આ અવસરે દિવ્યાંગો ૧૧ વ્હીલ ચેર, ૧૦ બગલ ઘોડી, ૧૦ વોકર, ૧૦ ટોઈલેટ ચેર, ૧૦ હેન્ડ સ્ટીક સહિત ચશ્મા વિતરણ જરૂરીયાતમંદોને વિતરણ કરાયું હતું.
શહેરના લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, ભારતના દરેક પ્રાંતના લોકો લિંબાયત વિસ્તારમાં વસે છે. નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ લક્ષી સેવા ઝડપથી મળે એ દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે. સેવાઓ થકી લોકોના આર્શીવાદ મળે એજ ખરા અર્થમાં મારી જન્મદિવસની ભેટ હોવાનું જણાવ્યું હતું.
વિવિધ સંસ્થાઓએ લિંબાયત વિસ્તારમાં ત્રણ રક્તદાન કેમ્પ, વિધવા બહેનોને સાડી વિતરણ, સ્કૂલના બાળકોને સ્કુલ બેગ, સર્વ રોગ નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, રકતદાન કેમ્પ યોજીને જન્મ દિવસની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે તબીબી અધીક્ષક ડો.ધારિત્રીબેન પરમાર, ટીબી વિભાગના વડા અને VNSGUના એક્ઝીક્યુટિવ મેમ્બર ડો.પારૂલ વડગામા, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો.ના હેમ્બિત પટેલ, સુરત કોર્પોરેશનના સેવકો, સંગઠન હોદ્દેદારો અગ્રણી સહિત લાભાર્થીઓ જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.