સ્પોર્ટ્સ

મોખરાના ક્રમની મૌબિનીને હરાવીને જિયાએ અંડર-15 ટાઇટલ જીત્યું

રાજકોટ, 1 જૂનઃ પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની જિયા ત્રિવેદીએ ગુરુવારે શાનદાર પ્રદર્શન કરીને મોખરાના ક્રમની તેના જ શહેરની મૌબિની ચેટરજીને હરાવીને સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) ટાઇટલ જીતી લીધું હતું. આ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીના એસએજી મલ્ટિપર્પસ ઇન્ડોર હોલ ખાતે યોજાઈ છે.

આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા પ્રાયોજિત છે અને તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સહકાર સાંપડેલો છે.
 
આ ટુર્નામેન્ટ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા પ્રાયોજિત છે અને તેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો સહકાર સાંપડેલો છે.
 
હોપ્સ બોયઝ (અંડર-11) કેટેગરીમાં બીજા ક્રમના અંશ ખમાર (અમદાવાદ)એ મોખરાના ક્રમના સુરતના અખિલ આચ્છાને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
 
હોપ ગર્લ્સ (અંડર-11)માં મોખરાના ક્રમની વિન્સી તન્નાએ તેના જ શહેરની અને બીજા ક્રમની તનિષા ડેપ્યુટીને હરાવીને તાજ જીત્યો હતો.
 
કેડેટ ગર્લ્સ (અંડર-13)ની ફાઇનલમાં બીજા ક્રમની સુરતની દાનિયા ગોદીલનો મુકાબલો પાંચમા ક્રમની ખ્વાઇશ લોટિયા સામે થશે.
 
પરિણામોઃ
 
સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) ફાઇનલઃ જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ મૌબિની ચેટરજી 11-4,11-9,9-11,5-11,11-7
સેમિફાઇનલઃ મૌબિની ચેટરજી જીત્યા વિરુદ્ધ ખ્વાઇશ લોટિયા 11-5,11-3,12-10; જિયા ત્રિવેદી જીત્યા વિરુદ્ધ વિદિશા સોલંકી 11-5,11-5,11-8
હોપ્સ બોયઝ (અંડર-11) ફાઇનલઃ અંશ ખમાર જીત્યા વિરુદ્ધ અખિલ આચ્છા 11-7,9-11,11-9,11-8; 
ત્રીજા અને ચોથા સ્થાન માટેની મેચઃ દેવ ભટ્ટ જીત્યા વિરુદ્ધ યુગપ્રતાપ સિંઘ 11-7,11-5,8-11,11-3
સેમિફાઇનલઃ અખિલ આચ્છા જીત્યા વિરુદ્ધ યુગપ્રતાપ 10-12,11-6,11-2,11-7; અંશ ખમાર જીત્યા વિરુદ્ધ 7-11,11-5,11-8,11-3.
હોપ્સ ગર્લ્સ અંડર-11 ફાઇનલઃ વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ તનિષા ડેપ્યુટી 11-6,4-11,11-9,12-10; 
ત્રીજા અને ચોથા સ્થાન માટેઃ ખનક શાહ જીત્યા વિરુદ્ધ પ્રિશા ગોકાણી 11-5,11-6,7-11,6-11,11-8; 
સેમિફાઇનલઃ તનિષા ડેપ્યુટી જીત્યા વિરુદ્ધ ખનક શાહ 10-12,13-11,14-12,11-7; વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ પ્રિશા ગોકાણી 11-5,11-8,11-2.

 

કેડેટ ગર્લ્સ અંડર-13 સેમિફાઇનલઃ દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર 11-8,13-15,11-9,11-7; ખ્વાઇશ લોટિયા જીત્યા વિરુદ્ધ 11-7,11-4,9-11,11-9.
ત્રીજા ચોથા સ્થાન માટેની મેચઃ ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ ફિઝા પવાર 11-7,11-9,8-11,11-9.

 

સબ જુનિયર બોયઝ અંડર-15 3-4 સ્થાન માટેની મેચઃ યથાર્થ કેડિયા જીત્યા વિરુદ્ધ સમર્થ શેખાવત 11-9,8-11,11-9,11-9.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button