ભારતમાં ઓનલાઇન મોટર-સાઇકલની ખરીદી વધારવા ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરતું જાવા યેઝદી મોટરસાઇકલ્સ
સમગ્ર દેશમાં હાઈ-એન્ડ મોટરસાઇકલ સુધીની ખરીદી-પહોંચને સુધારવાનો હેતુ છે

સુરત: જાવા યેઝદી મોટરસાઇકલ્સ દ્વારા ભારતમાં પ્રીમિયમ મોટરસાઇકલ માર્કેટમાં એક મહત્ત્વનું પગલું ભરતાં ફ્લિપકાર્ટ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. જાવા યેઝદીને આ ભાગીદારીના કારણે ફ્લિપકાર્ટના ઈ-કોમર્સ ઉપર પોતાની પ્રોડક્ટ ઓફર કરવાની સરળતા થશે અને આવી પ્રોડક્ટ ઓફર કરનારી પ્રથમ પ્રીમિયમ મોટર સાઇકલ ઉત્પાદન કંપની તે બની રહેશે. તેનો હેતુ સમગ્ર દેશમાં હાઈ-એન્ડ મોટરસાઇકલ સુધીની ખરીદી-પહોંચને સુધારવાનો છે.તેની પ્રીમિયમ મોટરસાઇકલ રૅન્જની સુલભતા વધારી શકશે. 500 મિલિયનથી વધારે વપરાશકારો સાથે ફ્લિપકાર્ટના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જાવા યેજદી મોટરસાઇકલ વિશાળ સંખ્યામાં રહેલા પ્રેક્ષકો (ગ્રાહકો) સુધી પહોંચશે.
ભાગીદારી અંગે બોલતાં ક્લાસિક લીજેન્ડ્સના સીઈઓ આશિષ સિંઘ જોશીએ જણાવ્યું હતું કે, “ફ્લિપકાર્ટ સાથેનો અમારો સહયોગ પ્રીમિયમ મોટરસાઇકલ સેગ્મેન્ટમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. ફ્લિપકાર્ડના પ્લેટફોર્મ પર જાવા અને યેઝદી મોટરસાઇકલ લાવીને અમે સમગ્ર ભારતભરમાં ઉત્સાહી ગ્રાહકો-વપરાશકારો માટે શોધ અને ખરીદીનો અનુભવ વધારી રહ્યા છીએ.
ફ્લિપકાર્ટના ઇલેક્ટ્રોનિક્સના વાઇસ પ્રેસિડેન્ટ જગજિત હરોડેએ જણાવ્યું હતું કે, “જાવા યેઝદી મોટરસાઇકલ્સ સાથેની આ ભાગીદારી ફ્લિપકાર્ટની એ અનોખી શક્તિ દર્શાવે છે કે કઈ રીતે પ્રીમિયમ પ્રોડક્ટ ઓનલાઇન શોધી શકાય છે તથા તેને ખરીદી શકાય છે. અમારું પ્લેટફોર્મ આ સહયોગમાં ઘણા મુખ્ય ફાયદાઓ લાવે છે.