સુરત

ગારમેન્ટ સેક્ટરમાં સુરતની મુંબઈના ફેબ-શોમાં હરણફાળ દોડ

સુરત દ્વારા 4 હજાર રૂપિયા પ્રતિ મીટરનું નેચરલ ફેબ્રિક્સ પણ પ્રદર્શનમાં મુકાયું

સુરત ટેક્સટાઈલ હબ તરીકેની ખ્યાતિ ધરાવે છે. સુરત શહેરમાં દિન પ્રતિદિન કાપડની બનાવટ અને ડિઝાઈનોમાં ફેરફાર થાય છે. કાપડ તૈયાર થયાં બાદ તેનો ઉપયોગ ગારમેન્ટ સેક્ટરમાં થાય છે, જોકે ગારમેન્ટ સેક્ટર તરફ ખાસ કોઈનું ધ્યાન ગયું ન હોવાથી તેનો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ રહ્યો હતો. જોકે, સીએમએઆઈના ગુજરાત રીજીયનના ચેરમેન ડો.અજય ભટ્ટાચાર્યએ ગારમેન્ટ સેક્ટરને ઊંચી ઉડાન મળે તેવાં અથાગ પ્રયત્નો છેલ્લાં કેટલાંક વર્ષોથી હાથ ધર્યા હોવાથી મુંબઈમાં ગારમેન્ટ સેક્ટર માટે છેલ્લાં ચાર વર્ષોથી ફેબ-શોનું આયોજન કરી રહ્યાં છે.

હાલ 15થી 17 એપ્રિલ-2024 દરમિયાન પણ મુંબઈના નેસ્કોમાં એક્ઝિબિશન ચાલી રહ્યું છે, જેમાં ગારમેન્ટ સેક્ટરને નવીન તકો મળી રહી છે. આ એક્ઝિબિશનમાં સુરતની કલા-કારીગરી આંખે ઉડીને ચોંટે તેવી છે. એસજીસીસીઆઈ દ્વારા સુરતનું પેવેલીયન ઊભું કરાયું
છે જેમાં ડો.ભટ્ટાચાર્યની આગેવાનીમાં 42 જેટલાં અલગ-અલગ સ્ટોલ્સ મૂકાયાં છે.

સીએમએઆઈના ગુજરાત રીજીયન ચેરમેન ડો.અજય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે સસ્તા ફેબ્રિક્સ અને અવનવી ડિઝાઈનો માટે જાણીતું સુરત શહેર હાલ મુંબઈમાં ચાલી રહેલાં ફેબ-શોમાં 4000
રૂપિયા પ્રતિ મીટરનું નેચરલ ફેબ્રિક્સ પણ મૂકી ચૂક્યું છે. મોંઘા ફેબ્રિક્સ બનાવવાની હરોળમાં સુરત શહેર અગ્રેસર સાબિત થઈ ચૂક્યું છે.

નોંધનીય છે કે છેલ્લાં બે દિવસ દરમિયાન મુંબઈના નેસ્કોમાં ચાલી રહેલાં ફેબ-શોને કારણે મુલાકાતીઓ, બાયર્સનો મેળાવડો જામી રહ્યો છે, જેનો અંદાજો ગ્રાઉન્ડ પાર્ક કરાયેલી ગાડીઓ ઉપરથી પણ લગાવી શકાય ખરો. સીએમએઆઈ દ્વારા આયોજીત ફેબ-શોનો બીજો
દિવસ પણ ચિક્કાર અને સુરત પેવેલીયન માટે ઉત્તમ તકો લઈને આવ્યો હોવાનું જોવાયું છે.

આજે ફેબ-શોનો અંતિમ અને છેલ્લો દિવસ છે, ત્યારે વિદેશના બાયર્સ-મુલાકાતીઓ પણ મુલાકાત લેશે અને મોટા ઓર્ડરો આપી જશે. પ્રથમ દિવસે અમુક વિદેશી મુલાકાતીઓએ ફેબ-શોનું વિડીયો રેકોર્ડિગ અને વિડીયો કોલીંગ કર્યું હતું જેનો પ્રતિસાદ છેલ્લાં દિવસે જોવા
મળશે અને ફેબ-શોમાં હાજર સ્ટોલ્સ ધારકોને મોટો વેપાર મળશે.

ફેબ-શોના માધ્યમથી ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નવો ઉછાળ જોવાશે

ડો.અજય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લાં બેથી
ત્રણ વર્ષોમાં જે પણ વિકાસ થયો છે તે માત્ર વીવીંગ સેક્ટરમાં થયો છે. પોતાના અંગત મત મૂકતાં ભટ્ટાચાર્યએ કહ્યું કે 1980માં સુરતમાં જે તક હતી તે તક ફરીથી આવતાં દાયકાઓમાં ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીને મળશે. આ તકોને કારણે આખી ઈન્ડસ્ટ્રીને નવી ઉંચાઈએ પહોંચી જશે.

પ્રશ્ન એ છે કે ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીના ગ્રોથ માટે આપણે વાતો કરીએ છીએ પ્રયત્નો કરી રહ્યાં નથી. સુરતનું જે ફેબ્રિક છે, તેનું જો પ્રોપર શોકેસિંગ ગારમેન્ટમાં કરવામાં આવે તો આખી ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ દાયકાઓ નહીં આવનારા ગણતરીના વર્ષોમાં આવી શકે છે. મુંબઈમાં યોજાયેલાં ફેબ-શોમાં સુરત પેવેલીયન દ્વારા ઓર્ગેનિક, સસ્ટેનેબલ અને ફ્યુચર ફેબ્રિક્સ બનાવી પ્રદર્શિત કરાયું છે અને ગારમેન્ટનું જે આખું માળખુ જોવામાં આવે તો તેમાં ત્રીસ ટકાનો ભાગ છે તે નિસ્ક ફેબ્રિક્સ એટલે હાઈ-એન્ડનો છે.

આજે હાઈ-એન્ડ ફેબ્રિક્સ પ્રીમીયમ-લક્ઝુરીયસ ગારમેન્ટ માટે ઈમ્પોર્ટ થાય છે. આ ગારમેન્ટ જે સુરતમાં બને છે તેમાં વેલ્યુ ફોર મની મળે છે. એક ગારમેન્ટ બનાવવા પાછળ 200થી લઈને 500 ટકાનો માર્જિન રેશીયો હોય છે. બીજુ સેક્ટર એ છે કે જે કોમન મેન માટે છે, જેમાં 70થી 80 ટકા જેટલું ફેબ્રિક્સ વપરાય છે.

આ ફેબ-શો પાછળનું મુખ્ય કારણ એ છે કે ગારમેન્ટ સેક્ટરને કેવી રીતે નવી ઉંચાઈએ લઈ જઈ શકાય અને તેના માટે મારે શું કરવું જોઈએ તે હું હાલ ચેરમેન તરીકે કરી રહ્યો છું. આ વખતના ફેબ-શોમાં સ્ટોલ્સને ઓછામાં ઓછો 3500 કરોડનો બિઝનેસ મળે તેવાં પ્રયાસો કરીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button