સુરત

છોટુભાઈ પાટીલના જન્મ દિવસની સિવિલ ખાતે સેવાસભર ઉજવણી કરાઈ

નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રિર્ટન ગ્રીફ્ટમાં ટ્રાઈસીકલ, વ્હીલચેર, ફુટ કિટ તેમજ સાડીનું વિતરણ કરાયું

સુરતઃ હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે બે હાથથી કરવામાં આવેલ દાન આપણને હજારો હાથથી પરત મળે છે. ત્યારે આજે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લાયન્સ કેન્સર ખાતે પૂર્વ પી.એ.સી છોટુભાઈ પાટીલના ૬૧માં જન્મદિન નિમિતે ટ્રાઇસીકલ સહીત દર્દીઓને ફુટ કીટ તેમજ દર્દીઓની સુવિધા માટે ૫ વ્હીલચેર અને સફાઈકામદાર બહેનોને સાડી અર્પણ કરીને જન્મદિવસની સેવાસભર ઉજવણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજના ભૌતિક સુખ-સગવડોમાં મહાલતો માનવા માત્ર પોતાના સુખની જ ચિંતા કરતો હોય છે તેવા સંજોગોમાં એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની પણ ચિંતા કરતા હોય છે. ત્યારે ‘સેવા પરમો ધર્મ’ સૂત્રને સાર્થક કરતા સુરતના છોટુભાઈ પાટીલ દર જન્મ દિવસની ઉજવણી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરવામાં આવી હતી.

સાથે કેન્સર હોસ્પિટલ માટે રૂ. ૨૫,૦૦૦/- દાન કરવામાં આવ્યું હતું. ઈમરજન્સીમાં કોઈ પણ દર્દીઓને રક્તની જરૂરીયાત જણાય તો ત્વરિત જ સમાજમાંથી રક્તદાત્તાને સંપર્ક કરી 24×7 કલાક જરૂરીયાતમંદની સેવામાં સમર્પિત રહે છે. સાથે શહેરની વિવિધ બ્લડ બેન્કમાં રક્તનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ રહે તે માટે વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરી સેવાના ભાવાર્થે સેવા કરી રહ્યા છે. આ સાથે અવાર-નવાર મેડિકલ કેમ્પ તેમજ આંખના કેમ્પનું આયોજન કરી લોકોની આરોગ્યની સુખાકારી માટે હરહંમેશ અગ્રેસર રહ્યા છે.

સિવિલ હોસ્પિટલ ખાતે રોઝી ગ્રુપના ભરતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કેન્સર વિભાગના દર્દીઓ તેમજ સિવિલ હોસ્પિટલના ૧૦૦૦થી વધુ દર્દીઓને ફુટ્સ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નવી સિવિલના ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, લાયન્સ કેન્સરના ચેરમેન અશોકભાઈ કાનુંગો, ડો. દિનાનાથ મહાજન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડીયા, ડો.રોશની જરીવાલા સહિત કેન્સર વિભાગના તબીબી સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button