સુરત

વોશિંગ્ટનમાં સુરતના ઉદ્યોગકારોને ફાર્માસ્યુટિકલ અને સોલાર સહિત વિવિધ ક્ષેત્રે એક્ષ્પોર્ટ માટે ઘણી તકો

સુરત, ગુજરાતથી એક્ષ્પોર્ટ વધારવા ચર્ચા વિચારણા કરી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓ અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓની સાથે મુલાકાત કરી સુરત, ગુજરાત સહિત સમગ્ર ભારતના ઉદ્યોગકારો અને વેપારીઓને અમેરિકાના બિઝનેસમેનો સાથે ધંધાકીય રીતે જોડવાનો પ્રયાસ કરી રહયા છે. જેના ભાગ રૂપે  તેઓએ વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસની મુલાકાત લીધી હતી.

ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસના ટ્રેડ કાઉન્સીલર અને ફર્સ્ટ સેક્રેટરી શ્રી જિગર રાવલ (IRS)ને મળ્યા હતા અને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ની રજૂઆત કરી તેમની સાથે વિગતવાર ચર્ચા કરી હતી. જિગર રાવલ પણ મિશન ૮૪ પ્રોજેકટથી ઘણા પ્રભાવિત થયા હતા અને તેમણે સામેથી આ પ્રોજેકટના નાનામાં નાના પાસા અંગે રસ લઇને પ્રશ્નોત્તરી કરી હતી, જેના વિગતવાર જવાબ ચેમ્બર પ્રમુખે તેમને આપ્યા હતા.

વોશિંગ્ટન સહિત અમેરિકામાં સુરત, ગુજરાત અને ભારતથી વિવિધ પ્રોડકટના એક્ષ્પોર્ટ માટે કેટલી તકો છે અને ભારતથી એક્ષ્પોર્ટ કેવી રીતે વધારી શકાય, તે બાબતે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા થઇ હતી. અમેરિકામાં જુદા–જુદા સેકટર વાઇઝ શું શું પોટેન્શીયલ છે અને તેનો લાભ સુરત, ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ કેવી રીતે લઇ શકે છે તેના વિશે પણ જિગર રાવલે ચેમ્બર પ્રમુખને વિસ્તૃત જાણકારી આપી હતી. ખાસ કરીને ફાર્માસ્યુટિકલ અને સોલાર સહિતની જુદી–જુદી ઇન્ડસ્ટ્રી અંગે વોશિંગ્ટનમાં રહેલી તકો વિશે તેમણે ચેમ્બર પ્રમુખનું વિશેષ ધ્યાન દોર્યુ હતું અને સુરતના ઉદ્યોગકારોને તૈયાર કરીને એક્ષ્પોર્ટ કેવી રીતે વધે તે માટેના સૂચનો કર્યા હતા.

અમેરિકાના ખૂબ જ વિશાળ માર્કેટમાં સુરતના ઉદ્યોગકારો કેવી રીતે લાભ લઇ શકે તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી. વોશિંગ્ટન સહિત અમેરિકાની હોટેલોમાં પ્રોડકટ અને સર્વિસિસની ઘણી આવશ્યકતા છે, જે ભારત ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકે તેમ છે. ભારત સરકાર પણ આ બાબતે સક્રીય છે તથા ગુજરાત સરકાર પણ આ અંગે મદદ કરી રહી છે ત્યારે ઉદ્યોગકારોને પણ મિશન ૮૪ પ્લેટફોર્મની સાથે જોડીને સુરત, ગુજરાત અને ભારતથી એક્ષ્પોર્ટ વધે તે માટે તેઓની વચ્ચે ખૂબ જ ફળશ્રુતિ ચર્ચાઓ થઇ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button