“હર ઘર તિરંગા” કાર્યક્રમનો CMA એસોસિએશન ચેરમેન નેન્ટી શાહ દ્વારા પ્રારંભ
સુરત :- ભારતના 75માં આઝાદીના વર્ષમાં અમૃત મહોત્સવ અંતર્ગત, “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આગામી તારીખ ૧૩ થી ૧૫ ઓગષ્ટ ૨૦૨૨ દરમ્યાન સર્વે નાગરિકોને પોતાના ઘર-દુકાન-ધંધાના સ્થળે તિરંગા લગાવવાની અપીલ કરવામાં આવી છે.
ત્યારે ધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા સુરત ચેપ્ટર દ્વારા દક્ષિણ ગુજરાતના CMAના વિદ્યાર્થીના દિલોદિમાગમાં પણ દેશપ્રેમની ભાવનાને ઉચ્ચતમ સ્તર સુધી લઈ જવા ઇન્સ્ટિટ્યૂટના દરેક વિદ્યાર્થીઓને ઝંડાનું વિતરણ કાર્યક્રમનો ચેરમેન નેન્ટી શાહ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને શહેરના દરેક વિદ્યાર્થી તથા નાગરિકને ઉત્સાહ દર્શાવી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડાઈ તિરંગાનાં માધ્યમથી ભારત માતાની સેવામાં ફરી પોતાને સમર્પિત કરવા અપીલ કરવામાં આવી હતી અને દેશ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.