સ્પોર્ટ્સ
ગુજરાતના સ્વિમર આર્યન નહેરા એ સ્વિમિંગ માં સિલ્વર મેડલ જીત્યો
ગુજરાતમાં રમાઈ રહેલ 36મી નેશનલ ગેમ્સમાં રાજકોટ ખાતે ચાલી રહેલ સ્વિમિંગની સ્પર્ધામાં ગુજરાતનાં આર્યન નેહરા એ સિલ્વર મેડલ જીત્યો છે.
પુરુષોની 1500 મીટર ફ્રીસ્ટાઈલમાં આર્યને 16:03.14 ના સમય સાથે દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ જીત્યો જ્યારે મધ્ય પ્રદેશના અદ્વેત પેજ એ 15:54.79 સાથે પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને અનિશ ગૌડાએ 16:05:94 સાથે તૃતીય સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ગુજરાત નું ગૌરવ વધારનાર આર્યન નેહરા એ પેરુ માં રમાયેલ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ બાદ તરત ફ્લોરિડા ખાતે સઘન તાલીમ લીધી હતી. સખત તાલીમ અને મહેનત થી મળેલ સફળતાની ખુશી વિજેતાઓના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકતી હતી.