ગ્રીનમેન વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં મોટિવેશનલ સેમિનાર આપ્યો
એન્જિનિયરિંગ ફેકલ્ટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો
![](https://divyagujarati.com/wp-content/uploads/2022/09/IMG-20220923-WA0007.jpg)
સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ફેકલ્ટીના સાતસો જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ મેટિવેશનલ વક્તવ્ય આપ્યું હતું. ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન વિરલ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા.
પોતાના મોટિવેશનલ સેશન દરમિયાન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સમક્ષ ‘મિશન ૨૦૪૭- ઈન્સપાયરિંગ યુથ ફોર અમૃતકાલ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું, જેમાં તેમણે આઝાદીના અમૃત મહોત્સવ બાદ આઝાદીના સો વર્ષ ઉજવાય એ દરમિયાનની યાત્રામાં યુવાનોનો રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ કેવો હોવો જોઈએ અને યુવાનોની ભૂમિકા શું હોવી જોઈએ એ વિશે સંવાદ સાધ્યો હતો.
તેમણે યુવાનોને એમ પણ સલાહ આપી હતી કે તેમણે માત્ર ગ્રેજ્યુએટ્સ કે પ્રોફેશનલ્સ બનવાનું નથી, પરંતુ એક સારા નાગરિક બનીને ઉભરી આવવાનું છે, જેમના આચરણ અને વિઝનમાં પર્યાવરણ સંરક્ષણ પણ અગ્રક્રમે હોય.
આ વિશે વિરલ દેસાઈએ જણાવ્યું હતું, ‘આજના વિદ્યાર્થીઓ આવતીકાલના પુખ્ત નાગરિકો છે અને આ યુવાન નાગરિકોના કાર્યકાળમાં જ આપણો દેશ તેના આઝાદીના સો વર્ષ ઉજવશે. એનો અર્થ એ થયો કે આવનારી પેઢીને આપણે બધી રીતે અત્યંત સજ્જ અને સક્ષમ કરવી પડશે, જેથી આપણો દેશ પર વૈશ્વિક ફલક પર સક્ષમ થાય.
ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈ પોતે પર્યાવરણ પ્રેમી તો છે જ, પરંતુ તેઓ સૌથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન વિજેતા ઉદ્યોગપતિ છે, જેઓ યુવાનો માટે હંમેશાં પ્રેરણા બની રહ્યાં છે.