મેટાના એક્સલરેટર પ્રોગ્રામ હેઠળ 10 એક્સઆર ટેક સ્ટાર્ટઅપ્સને જીયુસેક સહયોગ પૂરો પાડશે
મેઈટી સ્ટાર્ટઅપ હબ સાથેના સહયોગમાં હાથ ધરાયેલ પ્રોગ્રામ હેઠળ સ્ટાર્ટઅપ્સને રૂ.20 લાખની ગ્રાન્ટ મળશે
અમદાવાદઃ મેટા અને મેઈટી સ્ટાર્ટઅપ હબના “XR Startup Program” ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિનિયોર્શીપ કાઉન્સીલ (GUSEC) એકસટેન્ડેડ રિયાલિટી (XR) ટેકનોલોજીસ સાથે કામ કરીને 10 સ્ટાર્ટઅપ્સને સહયોગ પૂરો પાડશે.
એક્સઆર સ્ટાર્ટઅપ પ્રોગ્રામ એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે તે એક્સઆર (ઑગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને મિક્સ્ડ રિયાલિટી) ટેકનોલોજી સાથે કામ કરીને સ્ટાર્ટઅપ્સની ઓળખ અને સંવર્ધન કરે. મેટા અને મેઈટી સ્ટાર્ટઅપ હબ દ્વારા ગયા અઠવાડિયે શરૂ કરાયેલ આ પ્રોગ્રામમાં એક્સલરેટર પ્રોગ્રામ અને ગ્રાન્ડ ચેલેન્જીસનો સમાવેશ કરાયો છે.
જીયુસેક સમાવેશ એક્સલરેટર પ્રોગ્રામના ઈમ્પ્લીમેન્ટેશન પાર્ટનરમાંના એક તરીકે કરવામાં આવ્યો છે અને તે વેસ્ટર્ન ઈન્ડિયા રિજીયન ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. કાઉન્સિલ શિક્ષણમાં ગ્રાન્ડ ચેલેન્જ, લર્નિંગ અને સ્કીલ્સ માટે દેશવ્યાપી ધ્યાન આપશે.
આ કાર્યક્રમ ગયા સપ્તાહ નવી દિલ્હીમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રસેખરના હસ્તે લોન્ચ કરાયો હતો. આ કાર્યક્રમમાં વોશિંગ્ટન ડીસીમાં સ્થાયી, મેટાના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ ઓફ પબ્લિક પોલિસી શ્રી જોએલ કેપ્લાન પણ ઉપસ્થિત રહ્યા હતા.
જીયુસેક ગ્રુપ સીઈઓ રાહુલ ભાગચંદાની જણાવે છે કે “જીયુસેક તેના પ્રારંભથી ગુજરાતમાં સ્ટાર્ટઅપ વ્યવસ્થાને આકાર આપવામાં તથા સંવર્ધનમાં પાયાની ભૂમિકા બજાવી રહ્યું છે. એક્સઆર સ્ટાર્ટઅપ પ્રોગ્રામના ઈમ્પલીમેન્ટેશન પાર્ટનર તરીકે અમે યુવાનોને ભારતમાં ભવિષ્યની ટેકનોલોજી તરફ આગળ ધપવા સહયોગ પૂરો પાડવાનું ચાલુ રાખીશું અને આત્મનિર્ભર દેશનું સપનું સાકાર કરવામાં સહયોગ આપીશું.”
જીયુસેક એક્સઆર ટેકનોલોજી સાથે કામ કરીને 6 માસના એક્સલરેટર પ્રોગ્રામ હેઠળ 10 સ્ટાર્ટઅપ્સને સહયોગ પૂરો પાડીશું, જેમાં દરેકને રૂ.20 લાખની ગ્રાન્ટ તથા ઉદ્યોગ નિષ્ણાંતોની મેન્ટરશીપ તેમજ સક્ષમ સ્ટ્રેટેજીક પાર્ટનર્સ અને ઈન્વેસ્ટર્સ, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઉદ્યોગના સમારંભોમાં સામેલ થઈને રજૂઆતની તકનો સમાવેશ થાય છે.
ગ્રાન્ડ ચેલેન્જને કારણે શિક્ષણ, લર્નિંગ અને સ્કીલ્સ સેક્ટરમાં આરએન્ડડીના તબક્કાથી માંડીને વર્કેબલ પ્રોડક્ટસ અને સર્વિસીસ વિકસાવવામાં શરૂઆતના તબક્કે એક્સઆર ઈનોવેટર્સને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. શરૂઆતમાં અમે 20 ઈનોવેટર્સની યાદી શોર્ટલીસ્ટ કરી છે અને તે બૂટ (BOOT) કેમ્પમાં હાજરી આપશે અને તેમને રૂ.50,000ની શોર્ટલીસ્ટ ગ્રાન્ટ આપવામાં આવશે. આમાંથી 4 ઈનોવેટર્સમાંથી દરેક ઈનોવેટર્સને રૂ.20 લાખની ગ્રાન્ટ આપીને તેમને મિનિમમ વાયેબલ પ્રોડક્ટ (એમવીપી)/ પ્રોટોટાઈપ વિકસાવવામાં સહાય થશે.
એક્સઆર સ્ટાર્ટઅપ્સ પ્રોગ્રામની અન્ય ઈમ્પ્લીમેન્ટેશન પાર્ટનર્સ સંસ્થાઓમાં FITT, IIT દિલ્હી, ઉત્તરમાં એક્સીલરેટર તરીકે તથા હેલ્થકેરમાં ગ્રાન્ડ ચેલેન્જ માટે તેમજ સિક્કીમ મનીપાલ યુનિવર્સીટી પૂર્વમાં એગ્રીટેક, ક્લાયમેટ એક્શન, ટુરિઝમ અને સસ્ટેનેબિલીટી ક્ષેત્રે એક્સીલરેટર તરીકે કામ કરશે તથા CIE-IIIT હૈદ્રાબાદ દક્ષિણમાં એકસીલરેટર તરીકે તથા ગેમીંગ અને એન્ટર્ટેઈન્મેન્ટની ગ્રાન્ડ ચેલેન્જમાં સહયોગ પૂરો પાડશે.
એક્સીલરેટર પ્રોગ્રામ માટેની અરજીઓ તા.13 ઓક્ટોબર સુધી કરી શકાશે અને ગ્રાન્ડ ચેલેન્જ માટે 13 ઓક્ટોબર સુધી gusec.edu.in/xr ને અરજી કરી શકાશે. અન્ય પાર્ટનર્સનો સંપર્ક http://meitystartuphub.in/public/xr-startup-program
લીંક મારફતે થઈ શકશે.