એલ.પી. સવાણી સ્કૂલ પાલનપોર દ્વારા 74 પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી
સુરતઃ 26 જાન્યુઆરી ગુરુવારના રોજ એલ.પી. સવાણી સ્કૂલ પાલનપોર ખાતે 74 પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. ભારતને 15 મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી મળી હતી પરંતુ દેશ પાસે પોતાનુ કોઈ બંધારણ ન હતું અને આ દિવસે એટલે કે 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું અને આ બંધારણના કારણે આપણો દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક બન્યો.તેથી તો આ દિવસ આપણા રાષ્ટ્રીય નાયકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ રાખવાનો છે અને લોકશાહી દેશમાં રહેવું એ આપણા બધા માટે ગર્વની વાત છે.
સાથો સાથ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાના ડાન્સ રજૂ કરીને દરેકના હૃદયમાં દેશભક્તિ જગાડી હતી. એલ.પી. સવાણી સ્કૂલ દ્વારા સુરત શહેરમાં 74 જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને દેશ પ્રેમ જાગૃત કર્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેનશ્રી માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેનશ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી, ટ્રસ્ટી પંકજભાઈ ડાંખરા વિનોદભાઈ ગોળકીયા, ઘનશ્યામભાઈ પાવસિયા, સંસ્થાના ડિરેક્ટરશ્રી, આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી, શિક્ષકગણ તથા વાલીશ્રી અને વહાલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને દિપાવ્યો હતો.
ત્યારબાદ શાળામાંથી વિદ્યાર્થીઓ દ્વારા સોસાયટીમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાનો મુખ્ય હેતુ રાષ્ટ્રના દરેક નાગરિક પ્રત્યે પોતાના દેશ પ્રત્યે પ્રેમ જાગૃત કરાવવાનો હતો. આમ શાળાએ દરેક વિદ્યાર્થીઓને દેશના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાની ઓળખાણ કરાવી હતી.