ટી.એમ.પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 74માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી
સુરત :- ટી.એમ.પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલ સુરત દ્વારા 74માં પ્રજાસત્તાક દિવસ અને ભારતીય નાગરિક હોવાના ગૌરવની ઉજવણી ઉત્સવની ભાવના અને ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. દિવસની શરૂઆત શાળાના આચાર્ય/નિયામક શ્રી કે. મેક્સવેલ મનોહર સરના સ્વાગત પ્રવચનથી થઈ અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પરેડ આયોજિત થયી હતી.
મુખ્ય મહેમાન ડૉ.અંકિત ડી પટેલ, મહાનુભાવો અને આચાર્ય/નિર્દેશક શ્રી કે મેક્સવેલ મનોહર સર દ્વારા ભારતીય ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. કારણ કે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ખૂબ જ ગર્વ અને ઉત્સાહ સાથે ગાયું તેના કારણે દેશભક્તિનો અવાજ હવામાં ગુંજી ઉઠ્યો હતો. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ એક આકર્ષક પરેડ જોઇને પ્રેક્ષકગણ ઉપસ્થિત કેટલાક સભ્યો દેશભક્તિ ની લાગણીથી ઉત્તેજિત થયા હતા.
ડો. અંકિત ડી પટેલે મુખ્ય અતિથિએ શ્રોતાઓને સંબોધિત કર્યા હતા અને વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પોકારે છે ત્યારે ફરજના આહ્વાન માટે હમેશા જાગૃત થવા પ્રેર્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા અમારા શાળાના ગાયકવર્ગ દ્વારા ગવાયેલું ઉત્સાહપૂર્ણ નૃત્ય પ્રદર્શન, વક્તવ્ય, કવિતા અને પક્ષભક્તિના ગીતો હતા જેણે વાતાવરણમાં દેશભક્તિનો ઉત્સાહ ઉમેર્યો હતો. જીવનભર ટકી રહે તેવી પ્રિય યાદો સાથેનો તે યાદગાર દિવસ હતો.