સુરત

વાસ્તુ ડેરી પરિવાર દ્વારા રાષ્ટ્રધ્વજ સન્માન રેલી નીકળી

સુરત : પ્રજાસ્તાક પર્વના શુભ અવસર પર વાસ્તુ ઘી પરિવાર દ્વારા રાષ્ટ્રઘ્વજ સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને નહિ રજળવા દેવા એવી થીમ સાથે આ રેલી યોજાઇ હતી. જેમાં લોકો રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ, રાષ્ટ્રધ્વજને રસ્તામાં રજળતા ન છોડીએ,રસ્તા પર રજળતા રાષ્ટ્રધ્વજને ઊંચકી દેશભક્તિ બતાવીએ, આપણો રાષ્ટ્રધ્વજ આપણું ગૌરવ, દેશનું ગૌરવ રાષ્ટ્રધ્વજને જ્યાં ત્યાં ન ફેંકો, તિરંગાની આન બાન શાન સાચવીએ, જો જો રાષ્ટ્રધ્વજ તમારા પગતળે ના કચડાય, તિરંગો વાહનના ટાયર નીચે ના ચગદાય એ આપણી સૌની જવાબદારી અને નૈતિક ફરજ વગેરે જેવા બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો હતો. મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યેની પોતાની લાગણી દર્શાવી હતી.

આ રેલી શ્રી રાધે ડેરી ફાર્મ સરથાણા જકાતનાકા થી વીર શહીદ સ્મૃતિ સ્મારક નેચર પાર્ક સરથાણા પહોંચી હતી.રાધે ડેરી ફાર્મના સ્થાપક ભૂપત સુખડીયાએ આ અંગે જણાવ્યુ હતું કે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવી એ આપણી દેશ પ્રત્યેની ફરજ અને લાગણી છે. પણ એ પછી એ તિરંગાનું સન્માન કરવું એ પણ આપણી ફરજ અને જવાબદારી છે. ધ્વજ વંદન બાદ જ્યાં ત્યાં ફેંકવામાં આવતા તિરંગા બાબતે લોકોમાં અવેરનેસ આવે એ હેતુથી તિરંગા સન્માન રેલી કાઢવામાં આવી હતી. અને બીજા દિવસે રસ્તા પર એકલતા ઝંડા અમારા ગ્રુપ દ્વારા એકત્ર પણ કરવામાં આવશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button