GIIS અમદાવાદે તેના બાળકો માટેનો વાર્ષિક દિવસ ‘ધ વિઝડમ ટ્રી’ થીમ પર ઉજવ્યો

અમદાવાદ: ઝળહળતી રોશની અને અસંખ્ય રંગછટાઓ વચ્ચે GMP થી ગ્રેડ VIII ના વર્ગો માટે ખૂબ જ રોમાંચીત વાર્ષિક દિવસ ફેબ્રુઆરી 2023માં યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ તેમના અસાધારણ અને આશ્ચર્યજનક પ્રદર્શનથી પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
વાર્ષિક દિવસ ‘ધ વિઝડમ ટ્રી’ થીમ પર આધારિત હતો, જે ફ્રાન્સમાં જન્મેલા અને બાદમાં ભારતમાં લાવવામાં આવેલા વૃક્ષની આસપાસની કહાનીને દર્શાવે છે. સમારોહમાં છેલ્લા 100 વર્ષ (આઝાદી પૂર્વે અને આઝાદી પછી)ની ભારતીય ગાથાઓ દર્શાવવામાં આવી હતી જ્યારે ટેબ્લોમાં મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, રાણી લક્ષ્મીબાઈ, મહાત્મા ગાંધી અને ભારતીય સૈનિકોના બલિદાન અને દેશભક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રશિયા-યુક્રેન યુદ્ધના નાટકનો પણ એક ભાગ રજૂ કરવામાં આવ્યો હતો.
શૈક્ષણિક વર્ષનો અંત અને આ વાર્ષિક સમારોહ સાથે એક નવા વર્ષની શરૂઆતે આ દિવસને શૈક્ષણિક કેલેન્ડરમાં મહત્ત્વપૂર્ણ બનાવી દીધો. GIIS અમદાવાદે 9મા વાર્ષિક દિવસની ઉજવણીમાં 100% ઉપસ્થિતી નોંધી હતી. 4 દિવસ સુધી યોજાયેલ એન્યુઅલ ડે સેલિબ્રેશનમાં 3500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ તેમના વાર્ષિક સમારોહ માટે આતુરતાપૂર્વક તૈયારી કરી રહ્યા હતા અને શાળાના આ મહત્વપૂર્ણ ઉત્સવ માટે શિક્ષકોના પ્રયત્નોનું પ્રદર્શન કરતાં કેમ્પસ આનંદી વાતાવરણથી છવાઇ ગયું હતું. વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા આશ્ચર્યજનક પ્રદર્શન કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યું હતું, જેમાં નિપુણતાપૂર્વક કોરિયોગ્રાફ કરેલ નૃત્ય, કોસ્ચ્યુમ અને પ્રોપ્સને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા.