ભાઠામાં કાયદેસરના કોન્ટ્રાક્ટર સહકારી મંડળી પાસેથી ખંડણી માંગવાનો આરોપ
સુરત, ભાઠા ગામે તાપી નદીમાંથી કાયદેસર રીતે રેતી ખનનનો કોન્ટ્રાક્ટ મેળવનાર ધી સૂર્યપુર કામદાર સહકારી મંડળીના કોન્ટ્રાક્ટરો પાસેથી ખંડણી ઉઘરાવતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભુસ્તર વિભાગ દ્વારા તાપી નદીમાંથી રેતી ખનન માટે કાયદેસરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સૌપ્રથમવાર સૂર્યપુર કામદરા સહકારી મંડળીને સરકારના નીતિ નિયમો મુજબ કાયદેસર રીતે કોન્ટ્રાક્ટ મળ્યો હતો. કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ અસામાજિક તત્વોએ દર અઠવાડિયે દરરોજ રૂ. 30 હજારની માંગણી કરી હતી અને ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંદર્ભમાં પોલીસ દફતરે ત્રણ લોકો સામે ફરિયાદ કરવામાં આવી હતી.
સૂર્યપુર સહકારી મંડળીના સભ્યો કલ્પેશભાઈ અને સુરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ભુસ્તર ખાણ વિભાગની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા રેતીના વાહનો સૂર્યપુર સહકારી મંડળીના હોવાની ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે.