એજ્યુકેશન

ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં વિદ્યાર્થીઓની જેઈઈ મેન્સ માં અભૂતપૂર્વ સફળતા

સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ધો. 12 સાયન્સ JEE(MAINS-1 ST PHASE) EXAM માં અભુતપૂર્વ દેખાવ કરીને સર્વોતમ્ પરિણામ મેળવેલ છે. શાળાના કુલ 19 વિદ્યાર્થીશ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું હતું.જે પૈકી

1) સમય પટેલ 99.61 PR સાથે પ્રથમ ક્રમે
2) ઓમ બોરસાનિયા 95.86 PR સાથે બીજા ક્રમે
3) કળથીયા દક્ષ આર 94.35 PR સાથે ત્રીજા ક્રમે
4) ઘાબાણી યુગ કે 94.04 PR સાથે ચોથા ક્રમે
5) સુરતી પ્રથમ એમ 93.96 PR સાથે પાંચમા ક્રમે

તેમજ 14 થી વધુ વિદ્યાર્થી 90 PR થી પણ વધુ માર્કસ મેળવી સ્થાન મેળવી શાળાને ગૌરવપૂર્ણ શિક્ષણ ક્ષેત્રમાં સ્થાન અને માતા-પિતા નું નામ રોશન કર્યું હતું

આ પરીક્ષામાં શાળાના A ગ્રુપ ના 102 વિદ્યાર્થી મિત્રોએ ભાગ લઈ સફળ થયા હતા જેમાં આ બાળકો દ્વારા હવે પછીની JEE(ADVANCE) ની તૈયારી કરી ભારતની ટોપ IIT માં એડમિશન મેળવવાનું લક્ષ્ય છે આ માટે શાળાના આચાર્ય શ્રી તૃષાર પરમાર અને ડૉ વિરલ નાણાવટી દ્વારા જે વિધ્યાર્થી ઓ JEE(ADVANCE) માટે ક્વોલિફાય થયેલ છે તે વિધ્યાર્થી માટે ખાસ JEE(ADVANCE) ના ક્લાસ શરૂ કરી દીધા છે.

સાથે સાથે આ JEE(ADVANCE) માટે ક્વોલિફાય થયેલ વિદ્યાર્થીઓ PYQ(પાસ્ટ યર ક્વેસ્ચન) થીયરી પર શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા પર શિક્ષકગણને કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું હતું.

આ શાળાએ છેલ્લા પાંચ વર્ષના બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી તે બદલ, ડાયરેક્ટર  આશીષ વાઘાણી અને શાળા આચાર્યગણ દ્વારા વિદ્યાર્થી,વાલીમિત્રો તથા શિક્ષકગણને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે તથા વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિધ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button