એજ્યુકેશન

પરીક્ષા એક ઉત્સવ છે અને તેને આનંદપૂર્વક આવકારવાની અને બાળકોને હૂંફ સાથે સહકાર આપવો જરૂરી છે – જય વસાવડા

"કરલો એક્ઝામ મુઠ્ઠીમે" સેમિનારનું આયોજન

સુરત , એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સ વિદ્યાર્થીઓના વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. આવનારી બોર્ડની પરીક્ષાઓમાં વિધાર્થીઓનો પરીક્ષાનો ભય દૂર થાય અને તેઓ નિશ્ચિંત થઈને પરીક્ષા આપી સફળતાના શિખરો સર કરે તે હેતુથી ખૂબ જ ખ્યાતનામ વક્તા જય વસાવડા દ્વારા “કરલો એક્ઝામ મુઠ્ઠીમે” સેમિનારનું આયોજન પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી માવજીભાઈ સવાણી દ્વારા કાર્યક્રમનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને વાઇસ ચેરમેન શ્રી ધર્મેન્દ્ર સવાણીની કુનેહ બુદ્ધિ અને ઝીણવટભર્યું આયોજન કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહત્વનું રહ્યું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે DCP TRAFFIC POLICE પ્રશાંત સુમ્બે, અતિથિ વિશેષ પદે પૂર્વ શિક્ષણમંત્રી નાનુભાઇ વાનાણી અને પારુલ યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટાર ડૉ. પવન દ્વિવેદી તેમજ સુરત શહેરના ખ્યાતનામ લોકો હોલમાં મહેમાન પદે બિરાજમાન હતા. શાળાને ગૌરવ અપાવનાર અને A1 ગ્રેડ મેળવી સફળ બનનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણની સાથે-સાથે કરાટેમાં ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર દિયા વાસણવાલાને પણ સન્માનિત કરવામાં આવી હતી.

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી કોઇપણ પ્રકારના ડર વિના પરીક્ષા આપી શકે તે માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાલીમિત્રોને પણ જણાવ્યું હતું કે પરીક્ષા એક ઉત્સવ છે અને તેને આનંદપૂર્વક આવકારવાની છે અને બાળકોને હૂંફ સાથે સહકાર આપવો જરૂરી છે તેવું શ્રી જય વસાવડાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું. પરીક્ષામાં સફળ પરિણામ પ્રાપ્ત કર્યા બાદ ખૂબ જ સુંદર અને ભવિષ્ય માટે મહત્વની તકો અને વિવિધ કારકિર્દી વિશેની તલસ્પર્શી સમજ પારૂલ યુનિવર્સીટીના ડેપ્યુટી રજીસ્ટાર ડૉ. પવન દ્વિવેદી દ્વારા આપવામાં આવી હતી.

જય વસાવડા દ્વારા એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સ ના 500 શિક્ષકો માટે પણ બપોર ના સેસંનમાં આધુનિક શિક્ષક: Know & Grow શીર્ષક પર સંબોધન કરવાંમાં આવ્યું હતું. મોટીવેશનલ સેમીનારને સફળ બનાવવા માટે એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલનાં ચેરમેન,વાઈસ ચેરમેન, ડિરેક્ટરશ્રી, એડમિનિસ્ટ્રેટર, આચાર્યમિત્રો, શિક્ષકમિત્રો દરેકે ખૂબ જ ખંતથી અને ઉત્તમ ટીમવર્કથી કાર્ય કરીને કાર્યક્રમને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરી સફળ બનાવ્યો.

ઘણી મોટી સંખ્યામાં એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીમિત્રો જોડાયા હતા અને સંજીવ કુમાર ઓડિટોરીયમ ૧૧૦૦ થી પણ વધુ પ્રેક્ષકોથી ખચોખચ ભરાયો હતો અને કાર્યક્રમના અંતમાં શાળાના દરેક વિદ્યાર્થીઓને આવનારી બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button